તેલ અથવા શેમ્પૂમાં આ 1 વસ્તુ મિક્સ કરીને લગાવો,થોડા જ સમય માં વાળ થઈ જશો મોટા અને ભરાવદાર….

આજકાલ બગડતી લાઇફ સ્ટાઇલ અને વધી રહેલા પ્રદુષણને લઇને સુંદર અને ભરાવદાર વાળ ફક્ત યુવતીઓ જ નહી યુવકોને પણ ગમે છે. દરેક લોકો તેમના ખરતા વાળથી પરેશાન છે.વ્યક્તિની હેર સ્ટાઇલ તેની સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ ખરતા વાળને કારણે લોકો ખૂબ પરેશાન છે. પરંતુ આહારમાં પોષક તત્વોનો ઘટાડો અને હોર્મોનના અસંતુલન હોવાને કારણે વાળ પાતળા થઇ જવા સૌથી મોટુ કારણ છે.વાળ સંબંધી સમસ્યાઓથી બધાં જ પરેશાન છે. મહિલા હોય કે પુરૂષો બધાંને વાળને લગતી કોઈને કોઈ સમસ્યા હોય જ છે. તેને દૂર કરવા લોકો જાતજાતના ઓઈલ, શેમ્પૂથી લઈને ઘરેલૂ નુસખાઓનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી ખાસ ફાયદો થતો નથી. જેથી આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું, જેના પ્રયોગથી મહિનામાં જ વાળની લંબાઈ અને ગ્રોથ વધી જશે.

તેલ અને શેમ્પૂમાં મિક્સ કરો એપ્પલ સાઈડર વિનેગર

તેલમાં 1/3 એપ્પલ સાઈડર વિનેગર મિક્સ કરીને વાળમાં લગાવી મસાજ કરો. તમે ઈચ્છો તો શેમ્પૂ કરતી વખતે તમારા શેમ્પૂમાં પણ એક ચમચી એપ્પલ સાઈડર વિનેગર મિક્સ કરી શકો છો. તેનાથી વાળને પોષણ મળશે, વાળ ખરતાં બંધ થશે અને વાળનો ગ્રોથ પણ ઝડપથી વધશે.આ પ્રયોગ વાળને આપશે ચમકઆ પ્રયોગ વાળના ક્યૂટિકલ્સને પોષણ આપે છે, જેનાથી વાળ મુલાયમ અને શાઈની થાય છે.

સફેદ વાળની સમસ્યાથી છુટકારો.

એપ્પલ સાઈડર વિનેગરથી કલર પિગ્મેન્ટ થવાની પ્રક્રિયા સ્લો થઈ જાય છે. જેનાથી વાળ સમય પહેલાં સફેદ થતાં નથી. વાળનો ગ્રોથ વધશેશેમ્પૂમાં એપ્પલ સાઈડર વિનેગર મિક્સ કરીને લગાવવાથી વાળનો ગ્રોથ વધશે અને વાળ મજબૂત બનશે. સાથે જ વાળ ચિકણા નહીં રહે અને વોલ્યૂમ વધશે.

ડેન્ડ્રફમાં રામબાણ.

જો તમને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તેલમાં એપ્પલ સાઈડર વિનેગર મિક્સ કરીને લગાવો. આમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ થોડાં જ દિવસમાં ડેન્ડ્રફ દૂર કરી દેશે.આપણા વાળ કેરોટીન નામના પ્રોટીનથી બનેલા હોય છે. એટલે કે પ્રોટીન વાળમાં હોય છે. જેથી ભોજનમાં પ્રોટીનનું ખૂબ મહત્વ હોય છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઇ 1.25 સેમી વધે છે.પહેલા વાળની સમસ્યા માટે ઉંમર, લિંગ, ઋતુ સહિત જવાબદાર હતા.

પરંતુ હવે તેના માટે આપણી જીવનશૈલી સૌથી વધારે જવાબદાર થઇ ગઇ છે. તો પણ તમે કુદરતી ઉપાયથી વાળને ભરાવદાર અને મજબૂત બનાવી શકો છો.આજે અમે જે ઘરેલું નુસખાની વાત કરી રહ્યા છીએ તેનુ નામ છે કોબીજ..કોબીજ એક એવું શાક છે. જેમા મોટા પ્રમાણમાં સલ્ફર અને લોહ તત્વ રહેલા છે. તેનું નિયમિત સેવન કરવાથી વાળ ખરવાનું બંધ થઇ જશે અને વાળ ભરાવદાર થશે. આ શાક તમે સલાડ તરીકે પણ સેવન કરી શકો છો.

તે સિવાય કોબીજની પેસ્ટ બનાવી તેને મુલ્તાની માટી સાથે વાળમાં લગાવો. આમ કરવાથી 15 દિવસમાં ખરતા વાળ, સફેદ વાળ જેવી સમસ્યાથી છૂટકારો મળી શકે છે. કુદરતના ખજાનામાં તે સિવાય પણ ઘણાં નુસખા છે. જેનો પ્રયોગ કરીને તમે સહેલાઇથી વાળને મજબૂત અને ભરાવદાર બનાવી શકો છો.તે ઉપરાંત વાળને મજબૂત બનાવવા માટે તણાવ અને સકારાત્મક વિચાર પણ ખૂબલ જરૂરી છે.

૪-૫ ટીપાં લવન્ડર તેલમાં બે મોટી ચમચી નાળિયેરનું દૂધ મિક્સ કરો. તેને વાળમાં લગાવ્યા બાદ થોડી વાર સુધી મસાજ કરો, ૩૦ મિનિટ બાદ શેમ્પૂથી હેર વોશ કરી લો.૩-૪ ટીપાં જોજોબા તેલમાં બે ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરો, આ મિશ્રણને આખા વાળમાં લગાવો. અડધો કલાક બાદ શેમ્પૂથી હેર વોશ કરી લો.૩-૪ ટીપાં જેરેનિયમ તેલમાં ૨ મોટી ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવ્યા બાદ ૪થી ૫ મિનિટ સુધી મસાજ કરો, તે પછી શેમ્પૂથી ધોઇ લો.૪થી ૫ ટીપાં રોઝમેરી ઓઇલ લઇ તેમાં બે મોટી ચમચી આંબળા જ્યૂસ મિક્સ કરો. આ મિશ્રણને માથામાં લગાવો. અડધો કલાક બાદ ઠંડા પાણીથી વાળ ધોઇ લો.૨ નાની ચમચી મેથી પાઉડરમાં ૧ નાની ચમચી ગુલાબ જળ તથા ૪ ટીપાં લાઇમ આવશ્યક તેલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. તેને ૪૦થી ૪૫ મિનિટ સુધી રાખો અને તે પછી શેમ્પૂથી ધોઇ લો.

વિટામિન-ઇ કેપ્સ્યુલમાંથી તેલ કાઢી લો, તેમાં ૨થી ૩ ટીપાં લવન્ડર તેલ મેળવીને મિક્સ કરી માથા પર લગાવી લો. અડધો કલાક બાદ શેમ્પૂથી હેર વોશ કરી લો.લીમડો વાળને કાળા, મજબૂત અને ભરાવદાર બનાવે છે. લીમડામાં એન્ટી ઓક્સીડેન્ટ અને એમિનો એસિડ હોય છે. જે તમારા વાળને મજબૂત કરવાની સાથે સાથે તેને ખરતા રોકે છે. તેમાં કેરોટીન અને પ્રોટીન ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. નારિયેળ તેલ હેર ટોનિકનું કામ કરવાની સાથેકુદરતી પિગ્મેન્ટેશનનું કામ પણ કરે છે.

Leave a Comment