ગુજરાત 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ફરી એકવાર લાગ્યો મોટો ઝટકો,આ દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં

0
30

વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે.અગાઉ આમ આદમી પાર્ટીમાંથી ગુજરાતી પ્રખ્યાત સિંગર એવા વિજય સુવાળા અને સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી ના રાજીનામા બાદ એક પછી એક નેતાઓનું રાજીનામું પડી રહ્યું છે

અને તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના કદાવર નેતા ગણાતા ડો. મિતાલીબેન વસાવડા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે

ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કેમિતાલીબેન વસાવડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. અગાઉ તેઓ આમ આદમી પાર્ટીના સભ્ય હતા

અને આમ આદમી પાર્ટીમાં મહિલા અને આરોગ્યલક્ષી સેવા કાર્ય કરવાની ઈચ્છા હતી.પરંતુ આમ આદમી પાર્ટી માંથી કોઈ પણ પ્રકારની તક ન મળતા થોડા દિવસો અગાઉ પ્રદેશ કાર્યાલય કમલમ પર આપ પાર્ટીના કાર્યકરો દ્વારા જે હિન કૃત્ય કરવામાં આવ્યું હતું

અને ભાજપની મહિલા કાર્યકર્તા સાથે ગેર વર્તન થતા તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અનેકો અનેક મહિલાલક્ષી અને ચિકિત્સાલક્ષીની કામગીરી જોઈ તેઓ ભાજપ ડોકટર સેલ માં જોડાયા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.