આજરોજ પેટ્રોલ ડીઝલ ના નવા ભાવ થયા જાહેર,આ શહેરોમાં બંને ઇંધણ ના ભાવમાં થયો ફેરફાર,જાણો આજના ભાવ

0
23

સરકારી ફૂડ ઓઈલ કંપનીઓએ શુક્રવાર દિલ્હી સહિત દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી જોકે ગુરુગ્રામ,નોએડા, જયપુર જેવા શહેરમાં ભાવ બદલાયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો થતા સરકારી તેલ કંપનીઓએ ચૂંટણીના દબાણને કારણે ભાવ વધારી રહ્યા નથી.

ત્રણ મહિનાથી પણ વધુ સમયથી દિલ્હી સહિત સમગ્ર દેશના મોટા મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ બદલાવ થયો નથી.પેટ્રોલ નો ભાવ હાલ સૌથી વધારે મુંબઈ શહેરમાં છે ત્યાં 110 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે. કંપનીઓ મેટ્રો શહેર છોડીને મોટા શહેરમાં ભાવમાં સામાન્ય બદલાવ કરી રહી છે.

પેટ્રોલ ના ભાવ ની વાત કરવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. ગાંધીનગરમાં પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે.સવારે 6:00 નવા ભાવ લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડીયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે.

તમે પણ તમારા શહેરની પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવા ઈચ્છતા હોય તો એસ.એમ.એસ દ્વારા જાણી શકો છો.ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે અને તમે તરત જ ભાવ જાણી શકશો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.