મોંઘવારી થી બચવા નો મસ્ત ઉપાય,ઘર ના ધાબા પર ઉગાડો શાકભાજી,જાણી લો તેની સરળ રીત

0
143

હવે લોકો મોટી સંખ્યામાં ઘરની છત પર બગીચા કરીને શુદ્ધ શાકભાજી ઉગાડી રહ્યા છે. ટેરેસ પર ગાર્ડનિંગ દ્વારા વાવેતર કરીને શાકભાજી ઉગાડવા ની બે રીતો છે. તો ચાલો આપણે જાણીએ.બજારમાં ઉપલબ્ધ શાકભાજીને ઉગાડવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપયોગ થી અનેક બીમારીઓનો ખતરો પણ રહે છે.

આવી સ્થિતિમાં લોકોએ વૈકલ્પિક રસ્તો પણ શોધવાનું શરૂ કરી દીધું છે.હવે મોટી સંખ્યામાં લોકો ઘરની છત પર બગીચા કરી ને શુદ્ધ શાકભાજી ઉગાડી રહ્યા છે. આમ ટેરેસ પર ગાર્ડનિંગ દ્વારા વાવેતર કરીને શાકભાજી ઉગાડવા ની બે રીત છે. પહેલી પદ્ધતિ છે ઓર્ગેનિક, આ પદ્ધતિમાં શાકભાજીને જમીનની અંદર બોરી, ટ્રે અને ગમલાઓ મા માટી અંદર લગાવવામાં આવે છે.

તેની વૃદ્ધિ માટે જૈવિક ખાતરનો ઉપયોગ થાય છે. આ સાથે તે છોડને સમયાંતરે સિંચાઈ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.તમને જણાવીએ કે કેટલીક રાજ્ય સરકારો ઘરની છત પર ગાર્ડનિંગ માટે સબસીડી પણ આપે છે.બીજી પદ્ધતિ થોડી અલગ છે આ પદ્ધતિને , હાઈડ્રોપોનિક ટેકનોલોજી કહેવામાં આવે છે.

આ પદ્ધતિમાં જાણવા જેવી બાબત એ છે કે તેમાં છોડ રોપવા માટે માટીની જરૂર પડતી નથી. આમાં પાણીની મદદથી ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે.આઉપરાંત ક્લાઇમેટ કંટ્રોલ ની પણ જરૂર નથી.હાઈડ્રોપોનિક ખેતી માટે લગભગ 15 થી 30 ડિગ્રી તાપમાન જરૂરી છે. આમાં 80 થી 85ટકા ભેજવાળા વાતાવરણમાં સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે.

હાઈડ્રોપોનિક ટેકનોલોજી વડે આપણે પાલક, બટાકા, ટામેટા,લીલા મરચાં,ફુદીનો, લુફા ,ભીંડા જેવા લીલા શાકભાજી ખૂબ જ સરળતાથી ઉગાડી શકાય છે. તેમજ તે શાકભાજી પણ આ ટેકનોલોજી દ્વારા ઉગાડી શકાય છે જે વિદેશી ગણાય છે. માર્કેટમાં આ શાકભાજીના ભાવ પણ ખૂબ વધારે હોય છે.

આ બંને પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવતી શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આ સિવાય તેનો કોમર્શિયલ રીતે પણ ઉપયોગ કરી શકાય છે. આવા ઘણા ઉદાહરણો જોવા મળ્યા છે કે જ્યાં, લોકો ઘરની બાલ્કની અને ટેરેસ પર મોટા પાયે શાકભાજી અથવા ફળો વેચી ને સારો નફો કમાઈ રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.