જેતપુરમાં ભાદર કેનાલમાંથી હનુમાનજીના મંદિરના મહંતનું મૃતદેહ મળી આવ્યો – જાણો સમગ્ર ઘટના

0
675

જેતપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જેતપુરના દાસજીવણ પરા વિસ્તાર પાસેથી પસાર થતી ભાદર કેનાલ માંથી હનુમાનજીના મંદિરના મહંતનું મૃતદેહ મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર કેનાલમાંથી ભગવા રંગની ધોતી પહેરી અને હાથ-પગ દોરી વડે બાંધેલી હાલતમાં મહંતનું મૃતદેહ મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મહંતના મૃતદેહને કબજે લઇ લીધું હતું. મહંતનો જીવ કોણે લીધો અને કયા કારણોસર લીધું તે બાબતને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દિવસભર તપાસ કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે આ મૃતદેહ ચોરવડી પાસેના ખાખરીયા હનુમાનજી મંદિરના મહંત સ્વામી રુદ્રાનંદની હોવાની ઓળખ થઈ હતી. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સવારે ભાદર કેનાલમાં કોઈ વ્યક્તિએ એક વ્યક્તિનું મૃતદેહ તરતું જોયું હતું. ત્યારબાદ તેને આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમ અને પોલીસને કરી હતી.

ત્યાર બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ફાયર વિભાગની ટીમે કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. વૃદ્ધ એના બંને હાથ અને બંને પગ એક કાળા કલરની દોરીથી બાંધેલા હતા. આટલું જ નહી પરંતુ મોબાઇલના ડેટા કેબલ થી એકદમ ટાઇટ પગ બાંધી લેવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મહત્વના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલ્યુ છે. કયા કારણોસર મહંતનો જીવ લઈ લેવામાં આવ્યો છે અને કોણે લીધો છે તેને લઈને પોલીસે શોધખોળ શરૂ કરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.