અનોખી જાન,લગ્નમંડપ પર નાચતી નાચતી જાન લઈને પહોંચી દુલ્હન,જુઓ વાઇરલ વીડિયો

0
39

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી જાન નીકળી હતી. આ જાન દુલ્હા ની નહી પણ દુલ્હન ની હતી. એટલું જ નહીં પરંતુ દુલ્હન ગાડીના બોનેટ પર ઊભા રહીને ડાન્સ પણ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઇ રહ્યો છે.

ભોપાલની દુલ્હન ભાવના લલવાણીએ પિતા પાસે શરત મૂકી કે જ્યાં સુધી તે જાન લઈને નહિ જાય ત્યાં સુધી લગ્ન નહીં કરે.ભોપાલના આ પરિવારે દીકરીની ઇચ્છાને માન આપ્યુ અને જાન લઈને દુલ્હનના ઘેર સુધી જવાની દુલ્હન ની ઇચ્છાને હોંશે હોંશે પાર પાડી.

ભાવનાએ જાન ની સાથે લગભગ એક કિલોમીટર સુધી ડાન્સ કરીને વિવાહસ્થળે પહોંચી હતી. પોતાની નાનપણ ની ઈચ્છા પૂરી થતા દુલ્હને ખુલ્લી ગાડીમાં બોનેટ પર ઊભા થઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને જોરદાર ડાન્સ કર્યો હતો.

લાલવાણી પરિવાર ભોપાલ ના સંત હિરદારામ નગરમાં રહે છે. બે ભાઈ બહેનના પરિવારમાં ઉછરેલી ભાવના ની ઈચ્છા પૂરી કરવા પીતા એ સમાજની પરંપરા થી દૂર કન્યા ની જાન વરરાજા ની જેમ કાઢી હતી. MCA કર્યા બાદ ઇન્દોર ની એક આઇટી કંપનીમાં કામ કરતી ભાવના ની ઈચ્છા પૂરી થતાં તેની પાસે ખુશી નું સ્થાન ન હતું.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.