છેલ્લી 26 કલાકથી પહાડો પર ફસાયો આ યુવક,રાજ્યના મુખ્યમંત્રીએ ભારતીય સેના પાસે માંગી મદદ,જુઓ વીડિયો

0
21

મળતી માહિતી મુજબ સોમવારે બપોરે પલક્કડ ના રહેવાસી બાબુ અને તેના મિત્રો ચેરાડ પહાડી નો એક ભાગ ની ટેકરી પર ચઢ્યા હતા.બાબુ ના મિત્રો ટેકરી પર ચડી ના શક્યા તેથી તે અડધા રસ્તે પાછા ફર્યા જ્યારે બાબુ ટેકરીની ટોચ પર પહોંચી ગયો

પરંતુ ટોચ પર પહોંચ્યા પછી કમનસીબે લપસી ગયો અને ખડકોની વચ્ચે ફસાઈ ગયો.ટેકરી પર બે દિવસથી ફસાયેલા આ યુવાનની બચાવવાની કામગીરી મંગળવારના રોજ શરૂ કરવામાં આવી હતી.

બચાવની કામગીરી માટે નેવી ને અહી બોલાવવામાં આવી છે. ટેકરી પર ફસાયેલા યુવાન માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ હેલિકોપ્ટર દ્વારા ખોરાક અને પાણી પહોંચાડવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે પલક્કડ નિવાસી બાબુ અને તેના મિત્રો આ ટેકરી ચડવા માટે ચઢ્યા હતા. બાબુ ના બંને મિત્રો ટેકરી પર ચઢી ન શક્યા તેથી અડધે રસ્તે જ પાછા ફર્યા જ્યારે બાબુ ટેકરીની ટોચ પર પહોંચી ગયો

પરંતુ કમનસીબે તે લપસી ગયો અને ખડકોની વચ્ચે ફસાઈ ગયો.બાબુના મિત્રોએ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રને આ બાબતની જાણ કર્યા બાદ ત્યાંના વન કર્મચારીઓ અને સ્થાનિક રાહત કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પોલીસ આખી રાત ટેકરીની તળેટીમાં રહી અને ફાનસના પ્રકાશમાં ઓપરેશન ચાલુ રાખયું. જોકે 24 કલાક પછી પણ બાબુ ખડકો વચ્ચે ફસાયો છે અને તેના એક પગમાં ઇજા પહોંચી છે. આ સિવાય તેના સ્નાયુઓ માં ભારે દુખાવો થઈ રહ્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.