આ દીકરીના લગ્નનો મેંદીનો રંગ પણ નહોતો ઉતર્યો અને દીકરી કરી બેઠી આ નાનકડી એવી ભૂલ અને ભેટી મોતને

0
428

આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ ખતરનાક ટ્રેન્ડ બન્યો છે… જેના થકી અમુક લોકો પોતાનું કરિયર બનાવતા હોય છે તો અમુક લોકો પોતાનું કરિયર ડૂબાડતા પણ હોય છે. હાલ, આવા જ કિસ્સાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. માત્ર એક ભૂલના કારણે આ યુવતિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના સહાપટ વિસ્તારની આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. આ યુવતીના હજુ બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. આ યુવતીનું નામ છે રાધિકા… હજુ હાથની મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો ત્યાં તે કાળનો કોળિયો બની હતી. લગ્ન બાદ તે ખૂબ જ ખુશ હતી અને તેનું લગ્નજીવન ખૂબ જ સારું ચાલતું હતું.

રાધિકા તેના ઘરમાં એકલી હતી તે સમયે તેના ઘરમાં તેના સસરાની એક ગન પડી હતી. જેની સાથે સેલ્ફી પડાવવાના ચક્કરમાં તે પોતાનો જીવ ગુમાવી બેઠી હતી. આ ગન સાથે સેલ્ફી લેતી વખતે તેના હાથથી ભૂલમાં ટ્રીગર દબાઈ ગયું હતું. જેથી રાધિકા ઘાયલ થઈ હતી. આ ઘટનાની જાણ પરિવારને થતા તરત જ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામી ચૂકી હતી.

રાધિકા ના મા-બાપ ને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ધોરણે તેમની દીકરી પાસે દોડી આવ્યા હતા. તેના મોતના કારણને સાંભળીને જોઈને લોકો શોકમાં આવી ગયા હતા. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, રાધિકા ની માતા દ્વારા તેના સાસરી પક્ષ વાળા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ ના લીધે જ તેમની દીકરી નો જીવ ગયો છે.

આ ઉપરાંત તેની માતાએ કહ્યું હતું કે; ‘મારી દીકરી એટલી નાદાન ન હતી કે તે માત્ર સેલ્ફી લેવા ખાતર આટલી મોટી ભૂલ કરી બેસે….’પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રાધિકાનાના લગ્નને હજુ બે મહિના જ થયા હતા અને તેમના લગ્ન જીવનનો અંત આવ્યો હતો. તેની એક ભૂલના કારણે આજે સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.