ખેડૂત પરિવારની દીકરી PI ની પરીક્ષા આપી સમગ્ર ગુજરાતમાં આવી મોખરે,માત્ર 23 વર્ષ ની ઉંમરે જ…

0
655

આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ દીકરાઓને માત આપી રહી છે. દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાના પરિવારનું નામ દેશભરમાં ગુંજવી રહી છે ત્યારે વધુ એક દીકરીએ તેમના પરિવારનું નામ ભારતભરમાં રોશન કર્યું છે. માત્ર 23 વર્ષની ઉંમરે આ દીકરી એ PI ની પરીક્ષા માં ટોપ કરીને ઇતિહાસ રચ્યો છે.

દીકરી એ ઘરનો દીવો કહેવાય છે… ત્યારે આ વાત આજે હકીકતમાં સાચી નીવડી છે. આ ખેડૂત પુત્રીએ નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસિલ કરી ને પોતાના માતા-પિતાને બમણી ખુશીઓ આપી છે. તેની અથાગ મહેનતના કારણે આજે તે સૌ કોઇની પ્રિય બની છે અને સમગ્ર ગ્રામજનો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, પુત્રી દેવ્યાનીબા બારડે 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પાસ કરી છે અને તેમાં ઉતીર્ણ થઇ છે. સમગ્ર ગુજરાતમાં મહિલાઓમાં પ્રથમ ક્રમ મેળવીને તેણે ઇતિહાસ રચ્યો છે. તેને ધોરણ-૧૦ અને ૧૨ મા ખૂબ જ સારા ટકા સાથે પરિણામ પ્રાપ્ત કર્યું હતું અને ત્યારબાદ અમદાવાદમાં બી.કોમ.ની સ્નાતક પદવી મેળવી હતી. બીકોમ નો અભ્યાસ કરતી વખતે જ તેને આ પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કર્યું હતું.

બી.કોમ.ની સ્નાતક ડિગ્રી મેળવ્યા બાદ તે અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવતી હતી, પરંતુ આજે પી.આઇ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં તેણેે સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. તેના પરિવારજનોમાં અત્યંત ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પોતાની મહેનત અને સંઘર્ષ ના આધારે તેણેે નાની ઉંમરમાં મોટી સફળતા હાંસલ કરીને સમાજ સામે ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે સફળતા મેળવવા માટેની કોઈ ઉંમર નથી હોતી. પોતાની આ કારકિર્દી થકી તે અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણાદાયક સાબિત થઈ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.