સરકારની આ યોજનાથી દીકરીઓને મળશે પૂરા 15 લાખ રૂપિયા,આ સરળ રીતે મેળવો લાભ

0
24

જો તમે પણ તમારી દીકરી માટે મોટું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો અને તમે તમારી દીકરીના ભણતર અને લગ્ન માટે પણ પૈસાની ચિંતા કરી રહ્યા છો તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને કેન્દ્ર સરકારની એવી યોજના વિશે જણાવીશું કે જેના દ્વારા તમારી દીકરીને પૂરા પંદર લાખ રૂપિયા મળી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ વર્ગો માટે ઘણી વિશેષ યોજના ચલાવવામાં આવી રહી છે. જેના હેઠળ તમે પૈસા એકત્રિત કરી શકો છો. તમામ યોજનાઓમાં તમને સરકાર તરફથી ઘણો લાભ આપવામાં આવે છે.

આજે અમે તમને કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં માત્ર 250 રૂપિયાનું રોકાણ કરીને તમે 15 લાખ રૂપિયા મેળવી શકો છો.કેન્દ્ર સરકારની આ યોજના નું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે.

આ સ્કીમમાં તમે તમારી દીકરીના ભણતર કે લગ્ન માટે મોટું ફંડ પણ બનાવી શકો છો. આ યોજનામાં માતા-પિતા અથવા વાલી પુત્રીના નામે માત્ર એક જ ખાતું ખોલી શકે છે અને બે અલગ અલગ પુત્રીઓના નામે વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે.

આ સ્કીમ ની સારી વાત એ છે કે તમારા આખા 21 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના નથી,ખાતુ ખોલ્યાના સમય થી 15 વર્ષ સુધી જ પૈસા જમા કરાવી શકાય છે જ્યારે દીકરી 21 વર્ષ ની ઉંમરે પહોંચે છે.ત્યાં સુધી તે પૈસા પર વ્યાજ મળતું રહેશે.

આ સરકારી યોજનામાં તમે દર મહિને માત્ર ત્રણ હજાર રૂપિયાનું રોકાણ કરો છો એટલે કે જો તમે દર વર્ષે 36000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 7.6 ટકા ચક્રવૃદ્ધિ ના દરે વ્યાજ નો લાભ મળશે. આ 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી પર લગભગ 15,22,221 રૂપિયા થશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.