પ્રેમી-પ્રેમિકા વચ્ચેની માથાકૂટમાં ડીલેવરી બોય ના મગજ નો બાટલો હલતા કરી નાખ્યું એવું કે…જુઓ વિડિયો

0
187

ઓડિશાની રાજધાની કહેવાતા ભુવનેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમી-પ્રેમિકાની લડાઇ વચ્ચે ડિલિવરી બોય ફરતા આ ઘટનાએ એક અલગ જ રૂપ ધારણ કર્યું હતું. એક જાહેર માર્ગ પર આ પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો જેમાં બંને એકબીજા સાથે ખૂબ જ મોટા અવાજે ઝઘડો કરી રહ્યા હતા અને તેમને જોતાં લાગી રહ્યું હતું કે તેઓ મારામારી પર પણ ઉતરી આવશે…

આ ઝગડાને કારણે રસ્તા પર ઘણી ભીડ જોવા મળી હતી. જાહેરમાં આવો તમાશો કરતાં લોકો દ્વારા તેમનો વીડિયો બનાવવામાં આવ્યો હતો જેનાથી તે ગુસ્સે થઈ જાય છે અને લોકો પાસેથી મોબાઇલ છીનવવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ અચાનક જ એક સ્વિગીનો ડિલિવરી બોય ત્યાં આવે છે અને તેઓને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ યુવતી અને ડિલિવરી બોય વચ્ચે ગાળાગાળી થતા આ ઘટના એક અલગ જ મોડમાં આવી ગઈ હતી.

આ બંને વચ્ચે ખૂબ જ મારામારી થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, ડિલિવરી બોય ખુબ જ ગુસ્સામાં આવી જાય છે અને આ યુવતીને મોઢા પર અને શરીર પર મારી રહ્યો છે. આ મારપીટ ને જોઈને મોટી સંખ્યામાં પબ્લિક ભેગું થયું હતું. તમને જણાવી દઈએ કે, ભુવનેશ્વરમાં થયેલા આ બનાવમાં સંકળાયેલા બે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં પહેલા વીડિયોમાં આ યુવતી પોતાના પ્રેમી સાથે ઝઘડો કરતી જોવા મળે છે અને બીજા વિડીયોમાં આ યુવતી ડીલીવરી બોય સાથે મારપીટ કરતી જોવા મળે છે.

પ્રથમ વીડિયોમાં આ બંનેની વાતચીત દરમિયાન સાંભળવામાં આવ્યું હતું કે, આ યુવતીના પ્રેમી એ તેને લગ્ન માટે વચન આપ્યું હતું અને હાલ તેનું અફેર બીજી કોઈ યુવતી સાથે હોવાથી તે આ યુવતીને દગો આપી રહ્યો છે. જેના લીધે બને વચ્ચે ઝગડો ચાલતો હતો. અને બીજા વીડિયોમાં ગાળાગાળી થતા આ યુવતી અને ડિલિવરી બોય વચ્ચે મારપીટના દ્રશ્યો જોવા મળ્યા હતા.

હાલ, આ બંને વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઇ રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે, આટલો મોટો ઝગડો તેમજ હાથાપાયી થવા છતાં યુવતી કે ડિલિવરી બોય તરફથી કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.