પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા ડોકટરે પોતાની બધી સંપત્તિ નું કર્યું દાન,વાંચો દિલને સ્પર્શ થઈ જનાર ભાવુક પ્રેમ કહાની

0
27

કેટલાક લોકો પોતાના છેલ્લા અંતિમ શ્વાસ સુધી પ્રેમ નિભાવતા હોય છે અને આ પ્રેમ નિભાવવા લોકો કંઇપણ હદ સુધી પહોંચી જતા હોય છે.હાલમાં જ એક હિમાચલ ના હમીરપુર ની એક ઘટના સામે આવી છે જેમાં નિવૃત્ત ડોકટરે પોતાની પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા કરોડોની સંપતિ નું દાન કરી દીધું હતું અને આ દાન કરી દેતા તે જરા પણ અચકાયા ન હતા

આ દંપતી ને કોઈ સંતાન ન હતું અને એક વર્ષ પહેલાં તેમની પત્ની કૃષ્ણા કંવર નું અવસાન થયું હતું અને તેમની છેલ્લી ઈચ્છા એ હતી કે તેમની તમામ સંપત્તિ નું દાન કરી દેવામાં આવે.સંપતિ દાન કરવાનું ડોકટર પાસે તેમની પત્નીએ વચન માગ્યું હતું

અને જે ડોકટરે નિભાવી ને પોતાનો સાચો પ્રેમ છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યો.પત્નીની વિદાય બાદ ડોકટરે પોતાની પત્ની ની ઈચ્છા પૂરી કરવા નું વચન પાળ્યું છે.ડોકટરે એક વસિયત બનાવી જેમાં એક શરત મૂકી હતી

કે તેમના ઘર ને વૃદ્ધાશ્રમ બનાવી દેવામાં આવે અને સરકાર મારા ઘરનો કબજો લઈ લે અને તેને વૃદ્ધાશ્રમ માં ફેરવી નાખે જેથી કરીને ઘરમાંથી કાઢી મુકાયેલા અને નોંધારા માવતર ને આશરો મળે.ડોકટરે તેમની 5 કરોડ કરતાં પણ વધારે સંપતિ સરકાર ને નામ કરી દીધી છે.

આ નિવૃત્ત ડોકટરે જણાવ્યું કે ઘર ની ઉંપરાત નેશનલ હાઈવેના કિનારે આવેલી પાંચ કેનાલ જમીન અને ગાડી પણ વસિયત માં ઉમેરી છે.તેમને આ વસિયત માં 2021 ના જુલાઈ મહિનામાં સરકાર ના નામે કરી દીધી હતી અને હાલ તેઓ એકલા જીવન વિતાવી રહા છે.