આ છે હેવી ડ્રાઇવર! સાંકડા રસ્તા પર આ ડ્રાઈવરે એવો યુ-ટર્ન લીધો કે વીડિયો જોઇને જીવ થઈ જશે અધ્ધર

0
39

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

પહાડી વિસ્તારમાં વાહન ચલાવવું મોત ને આમંત્રણ આપવા બરાબર છે. જરા ચૂક્યા કે ગયા સમજો.જોકે આ રસ્તા પર વાહન ચલાવનાર ડ્રાઇવરો એટલા બધા ઉત્સાદ બની જતા હોય છે કે તે ગમે તેવા સાંકડા રસ્તા પરથી વાહનોને ખૂબ આરામથી ફેરવી શકતા હોય છે.

સોશિયલ મીડિયા પર આવા હેવી ડ્રાઈવર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.જેનું કારનામું જોઈને તમારો જીવ અધ્ધર થઈ જશે. અને તમે તૂરત જ તેની સાહસિકતા ના વખાણ કરશો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક તરફ ઉંડી ખીણ છે અને બીજી તરફ ટેકરી છે.

જેની વચ્ચે એક સાંકડો રસ્તો જઈ રહ્યો છે. એ જ રસ્તા પર એક માણસ પોતાની કાર ફેરવી રહ્યો છે. કારમાં બેઠેલા ડ્રાઇવર બે-ત્રણવાર કારને આગળ પાછળ ખસેડીને આરામથી કાર ને ફેરવી લે છે.

જ્યારે તે કાર ફેરવે છે ત્યારે તેના પાછળના પૈડા ભાગ્યે જ તેને ખાઈ માં જતા અટકાવે છે.પરંતુ આ વ્યક્તિ ડ્રાઇવિંગ માટે એટલો નિપુણ નીકળ્યો તેને થોડી ક્ષણોમાં જ આ પડકાર જનક કામ તેને પૂર્ણ કર્યું.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળી રહ્યો છે. તેને રવિવારે ટ્વીટર યુઝર @JGnuman197 દ્વારા શેર કરવામાં આવ્યો છે.આપણે જણાવી દઈએ કે આ વિડીયો જોઈને ઘડીક તો યુઝર્સ નો જીવ અધ્ધર થઇ જાય છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.