તમે સોશિયલ મીડિયામાં ઘણા નવા નવા વિડીયો જોયા હશે. ઘણા વિડીયો તમને ખડખડાટ હસાવી દેતા હોય છે અને ઘણા વિડીયો તમને રડાવી પણ દેતા હોય છે. આ ઉપરાંત અને ઇન્ટરનેટની દુનિયામાં પ્રાણીઓની હરકતના ઘણા અવારનવાર વિડીયો જોયા છે. પ્રાણીઓ અમુક વખત એવી હરકત કરી ને બેસે છે જેને જોઈને આપણે ખડખડાટ હસી પડીએ છીએ.
ત્યારે હાલમાં રમતે ચડેલા એક હાથીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી એક કારના પડ્યા સાથે રમતો નજરે પડી રહ્યો છે.
જેવી રીતે આપણે બાળપણમાં સાયકલ અથવા તો બાઈકના ટાયર થી રમત રમતા હતા. તેવી જ રીતે આ હાથી કારના ટાયર સાથે રમત રમતો દેખાય રહ્યો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હાથી પોતાની સૂંઢ વડે ટાયર સાથે રમતો દેખાય રહ્યો છે.
Can you relate this to your childhood pic.twitter.com/vcpAJmdbfM
— Susanta Nanda IFS (@susantananda3) February 22, 2022
આ વિડીયો ટ્વિટરમાં @Susanta Nanda IFSએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. અને કેપ્શન માં લખ્યું છે કે, શું તમે આને તમારા બાળપણ સાથે જોડી શકો છો. વાયરલ થઇ રહેલું આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અત્યાર સુધીમાં આ વિડીયો 35 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત ત્રણ હજારથી પણ વધારે લોકોએ વિડીયો અને પસંદ કર્યો છે. વિડીયો જોઈને ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, વિડીયો એ બાળપણની યાદ તાજી કરાવી દીધી.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.