આ ખેડૂતે રશિયન આર્મીને દોડતી કરી : ખેડૂતે રશિયન ટેન્કને ટ્રેક્ટર સાથે બાંધીને, કર્યું એવું કે – જુઓ વિડિયો

0
407

રશિયાને યુકેના વિવાદનો સાતમો દિવસ ચાલી રહ્યો છે. વિવાદો દિવસેને દિવસે વધતા જાય છે. બંને દેશો એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર લગભગ એક લાખ સૈનિકો પોતાની ચાલાકી વાપરીને યુક્રેનની સીમામાં દાખલ થયા છે. આ તમામ વિવાદો વચ્ચે યુક્રેનમાં બનેલી એક રમૂજી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

હાલમાં આવ્યું સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે. વીડિયોમાં એક ખેડૂત રશિયન ટેન્કને ટ્રેક્ટર સાથે બાંધીને ચોરી લીધી હોવાનું જોવા મળે છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુક્રેનનો એક ખેડૂતે ખેતર વડે ટેન્કને ખેંચી રહ્યો છે. આ દ્રશ્ય જોઇને એક વ્યક્તિ ટેન્કને લઈ જતી રોકવા ટ્રેકટર પાછળ દોડી રહ્યો છે.  આ વિડીયો યુક્રેનના રાજદૂત olexander scherba પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોયા બાદ લોકો નું હસવું નથી રોકાય રહ્યું. આ વિડીયો લગભગ 28 તારીખનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેડૂત આરામથી રશિયન ટેન્કને ટ્રેક્ટરની પાછળ બાંધીને પોતાની સાથે લઈ જાય છે.

હાલમાં રશિયાને યુક્રેનના વિવાદ દિવસેને દિવસે વધતા જાય છે. આ વિવાદમાં અત્યાર સુધીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા બધા ભારતીય લોકો યુક્રેનમાં ફસાયા છે. એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ પણ થઇ ગયું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.