વડવાળી મા મોગલે આ દંપતિને દસ વર્ષ પછી દીકરો આપીને પૂર્યો સાક્ષાત પરચો

0
192

માં મોગલ વિશે આપ સૌ જાણતા જ હશો કે જેઓ અવારનવાર ભક્તોને પોતાના પરચાઓ બતાવતા રહે છે. તેમના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે અને સમસ્યાઓ પણ દૂર થાય છે. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માનેલી માન્યતાઓ પણ માં મોગલ ના દર્શન માત્રથી પૂર્ણ થાય છે. કહેવાય છે કે, માં મોગલ આશ્રમમાં સાક્ષાત બિરાજમાન છે. જ્યારે પણ તમે શ્રદ્ધાપૂર્વક દેવી-દેવતાઓને માનો તો તેઓ અચૂક તમારી માનતાઓ, સમસ્યાઓ અને દુઃખો દૂર કરશે.

આજે અમે તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમાં માં મોગલની દયાથી એક દંપતીને ત્યાં દસ વર્ષે દીકરાએ જન્મ લીધો હતો. માટે કહી શકાય કે, માં મોગલ સાક્ષાત બિરાજમાન છે અને પોતાના દરેક ભક્તોની જોળીમાં ખુશીઓનો ઢગલો કરી દે છે.

કચ્છના કબરાવમાં માં મોગલનું એક મંદિર આવેલું છે કે જ્યાં લોકોના દુઃખ દૂર થાય છે અને તેમના દર્શન માત્રથી જ લોકો હસતા મોઢે ઘરે પરત ફરે છે. તો ચાલો વિસ્તૃત વાત કરીએ ધનરાજભાઈની…. કે જેમના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો અને તેનો અનેરો ઉત્સાહ પરિવારમાં જોવા મળ્યો હતો. તેમની ભૂતકાળની વાત કરીએ તો એક દિવસ સાત વર્ષના દીકરાનું મૃત્યુ થઇ જતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો અને આકાશ તૂટી પડ્યું હોય એવું લાગી રહ્યું હતું.

ત્યારે સૌ કોઇ માં મોગલ ને શ્રદ્ધાથી માનતા હતા જેથી ધનરાજભાઇ એ પણ માતાની માનતા માની અને કહ્યું હતું કે જો મારા ઘરે દીકરાનો જન્મ થશે તો હું 13 હજાર રૂપિયાનું દાન કરીશ. આ વાત માં મોગલે સાંભળી અને ધનરાજભાઈના ઘરે દીકરાનો જન્મ થયો અને તેમનું આંગણું ખિલખિલાટથી ગુંજવા લાગ્યું.

તેમણે માનેલી આ માનતા પૂર્ણ થતાં જ તેના દીકરાને લઈને આ દંપતી માં મોગલ ધામ પહોંચી ગયા અને તેના દીકરાને બાપુ મણીધરના ચરણોમાં મુક્યો અને કહ્યું કે, આ માં મોગલે આપેલો દીકરો છે. મેં ખૂબ જ શ્રદ્ધાથી માં મોગલ ની માનતા માની હતી અને મા મોગલે તે પૂર્ણ કરી છે.

એટલું જ નહીં તમને એ પણ જણાવી દઈએ કે, રૂપિયા કે ભેટ ચડાવવાથી માન્યતા પુરી થાય એ જરૂરી નથી. માં મોગલ તો ભાવના ભૂખ્યા છે. તેઓ માને છે કે ભક્તો શ્રદ્ધા રાખશે એટલે અચૂક તેમના દુઃખો દૂર થશે અને સમસ્યાઓ પણ દૂર થશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.