પુત્રવધુ સાથે સસરો કરતો હતો અશ્લીલ હરકત : જ્યારે પુત્રવધૂએ આ બાબતનો વિરોધ કર્યો, ત્યારે સાસરિયાઓએ પુત્રવધૂનો જીવ લઇ લીધો….

0
194

હરિયાણાના પલ્લવ જિલ્લામાં અલીગઢમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મહિલાનો જીવ લેવાનો આરોપ તેના પતિ, સાસુ અને સસરા પર લાગ્યો છે. મળતી માહિતી અનુસાર મહિલાના પરિવારજનોનો આરોપ છે કે, પરણિતાનો સસરો તેના પર ગંદી નજર રાખતો હતો.

એટલું જ નહીં પરંતુ અમારી દીકરી સાથે અશ્લિલ હરકત પણ કરતો હતો. જ્યારે અમારી દીકરી એ આ બાબતનો વિરોધ કર્યો ત્યારે અમારી દીકરી નો જીવ લઈ લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર છેડતી કરવાનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ દરમ્યાન મહિલાનો પતિ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જેની સારવાર હાલમાં ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઇને મહિલાના પિતાની ફરીયાદના આધારે પોલીસે પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના લગ્ન એક મહિના પહેલા 7 ફેબ્રુઆરીના રોજના રોજ થયા હતા. મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 19 વર્ષની હતી. તેનું નામ રજની હતું. મળતી માહિતી અનુસાર રજનીના લગ્ન બાદ તેનો સસરો મોહન તેને ગંદી નજરે જોતો હતો.

વારંવાર રજનીના પગ દબાવવા બહાને તેની સાથે ન કરવાની હરકતો કરતો હતો. ત્યારે રજનીએ તેના પતિ અને સાસુને આ વાતની ફરિયાદ કરી હતી. ત્યારે આ બન્નેએ તેને ચૂપ રહેવાનું કહ્યું હતું. ત્યારબાદ રજની વારંવાર પિયર જવાની વાત કરતી હતી.

પરંતુ સાસરિયાઓએ તેને પિયર જવા દેતા ન હતા. અને ચાર માર્ચના રોજ શુક્રવારે તેઓએ રજનીનો જીવ લઇ લીધો હતો. ઘટના બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.