રશિયા યુક્રેન ના યુદ્ધ ના કારણે જીવ ગુમાવેલ ભારતીય વિદ્યાર્થી નવીનની સાથે રહેતા વિદ્યાર્થીના પિતાએ પ્રધાનમંત્રી પાસે કરી મહત્વની માંગ,કહ્યુ કે…

0
21

યુક્રેન અને રશિયા ના યુદ્ધ ના કારણે એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે અને માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી એ ટ્વીટ કર્યું અને કહ્યુ કે અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે એક ભારતીય વિધાર્થી એ જીવ ગુમાવ્યો છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાત કરી રહ્યું છે. કર્ણાટકના નવીન નામના યુવાનનું અવસાન થયું છે. એના મિત્રોએ જણાવ્યું કે તેઓ પશ્ચિમ સરહદે પહોંચવા માટે લિવવ જવા માટે ટ્રેન સ્ટેશન થી રવાના થયા હતા.

રશિયા યૂક્રેન યુદ્ધનો આજરોજ છઠ્ઠો દિવસ છે. રશિયાની સેનાએ ખાર્કિવ અને કે વચ્ચેના શહેરમાં સૈન્ય મથક પર આક્રમણ કર્યું હતું. ઓછામાં ઓછા 70 જેટલા યુક્રેનિયન સૈનિકોના જીવ ગયા હતા અને તે જ સમયે અમુક રહેણાક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યા હતા જેના કારણે સામાન્ય નાગરિકો પર પણ ખતરો વધી ગયો છે.

આ દરમિયાન યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડવા માટે કહ્યું છે. દુતવાસ દ્વારા જારી કરવામાં આવેલ ઇમર્જન્સી એડવાઇઝરી માં કહેવામાં આવ્યું છે કે ભારતીય જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તરત જ શહેર છોડી દેવું જોઈએ.

યુકેને દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 5300 રશિયન સૈનિકો ના જીવ ગયા છે.યુક્રેન ની સેનાએ લગભગ 151 ટેન્ક,29 એરકાફ્ટ અને 29 હેલિકોપ્ટર નો નાશ કર્યો છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય યુક્રેન માં 94 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 376 નાગરિકો ઘાયલ થવાની પુષ્ટિ કરવામાં આવી છે.

નવીન સાથે રહેતા વિદ્યાર્થિના પિતાએ પ્રધાનમંત્રી પાસે માંગણી કરી હતી અને કહ્યું કે અમે વડાપ્રધાન અમારા બાળકોને પાછા લાવવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ. પ્રધાનમંત્રી મોદી માટે આ કોઈ મોટી વાત નથી જો તે નક્કી કરે છે તો તેને શક્ય બનાવી શકે છે.

વિદેશ મંત્રાલયના અધિકારીઓએ શેખર ગૌડા ને ફોન કરીને જણાવ્યું કે તેમના પુત્રનું અવસાન થયું છે. નવીન છેલ્લા બે દિવસથી મારા પુત્ર સાથે હતો અને જે સવારે નાસ્તો કરવા બહાર ગયો હતો. સરકાર આના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.