3 મહિના પહેલા દીકરી ગ્રીષ્મા ના પિતા નંદલાલભાઇએ ગ્રીષ્મા અને તેમની સૌથી વધારે યાદ આવતી કહી દીધી હતી આ વાત, વાત સાંભળતા તમે પણ થઇ જશો ભાવુક

0
1077

સુરતના પાસોદરા વિસ્તારમાં 12 તારીખે જે ઘટના બની તેના પડઘા આખા ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે. આ ઉપરાંત સુરતમાં બનેલી આ ઘટનાથી આજે સૌ કોઈ લોકો હચમચી ઉઠયા છે. તેમજ લાડકવાઈ એકની એક ફૂલ જેવી માસૂમ દીકરી ની વિદાય થતાં માતા-પિતા ભાઈ તેમજ આખો વેકરીયા પરિવાર તૂટી ગયો છે. દીકરીના પિતા નંદલાલભાઇ વેકરીયા એ ઘણી બધી વાતો પરથી પડદો ઉઠાવ્યો છે.

જણાવીએ તો નંદલાલભાઇ વેકરીયા એ કહ્યું હતું કે મારી ડાયમંડ ની કંપની તરફથી મને ઓફર આવતા હું સાત મહિના પહેલા આફ્રિકા ગયો હતો. આફ્રિકા ગયો હતો અને નાના માણસો ની પાસે કોઈ પણ બીજો ઓપ્શન હોતો નથી. રોજીરોટી કમાવવા માટે કોઈપણ જગ્યાએ જવું પડે છે હું આફ્રિકા ગયો તે દિવસથી લઈને દીકરી ની ઘટના બની તે દિવસ સુધી સવાર-સાંજ મારી દીકરી નો વિડીયો કોલ આવતો હતો.

તેજ પૂછતી પપ્પા તમે જમ્યા કે નહીં?પપ્પા આજે જમવામાં શું હતું? દીકરીના પિતા નંદલાલભાઇ વેકરીયા આગળ જણાવે છે કે મારી દીકરીને પીએસઆઇ બનવું હતું. તેને કારણે એનસીસીના બે વર્ષના ક્લાસ પણ કર્યા હતા. આ ઉપરાંત નંદલાલભાઇ જણાવ્યું હતું કે તેમણે કરાટેની પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી હતી.

જે દિવસે ઘટના બની તે દિવસે ખૂબ જ ગભરાઈ ગઈ હશે તેવું મને લાગી રહ્યું છે. વાત કરીએ તો ફૂલ જેવી માસૂમ ગ્રીષ્મા દીકરીના હત્યારા ફેનીલ એ સૌથી પહેલા મોટા પપ્પા અને તેમના ભાઈ ને છોકરો માર્યો હતો. મારી દીકરી પોતાનો સ્વબચાવ કરી શકી નહીં જેનુ સૌથી વધારે મને દુઃખ લાગ્યું.

નંદલાલભાઇ વેકરીયા આગળ જણાવ્યું હતું કે, બીજી બાજુ તે નરાધમ છોકરાએ મારી દીકરી ના ગળા પર છરો રાખી દીધો હતો અને જેને કારણે કોઈ લોકો તેને બચાવી શક્યા ન હતા.આગળ જાણવા મળ્યું છે કે સોસાયટીના મોટાભાગના લોકો હીરાના કામકાજ સાથે સંકળાયેલા હોવાને કારણે તેઓ કામ પર ગયા હતા .અને વિડીયોમાં જે પણ લોકો દેખાઈ રહ્યા છે તે રોડ ઉપર ના હતા.

ખૂબ જ કાર્યવાહી અને દોડાદોડી કર્યા બાદ આખરે આ કેસનો ચુકાદો આવી જ ગયું. દીકરીનું જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરનાર આરોપી ફેનીલ ગોયાણી ને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સજા આપવામાં આવતા ગ્રીષ્મા ના પરિવારે સરકારનો આભાર માન્યો છે. પોતાની દીકરીને ન્યાય અપાવવા બદલ તેઓ ખૂબ જ ભાવુક થયા હતા. ગ્રીષ્મા ના કાકી એ પણ જણાવ્યું હતું કે, કોર્ટના આ ચુકાદાથી અમે સંતોષકારક છીએ. અમારી દીકરીને ન્યાય મળી ગયો એનાથી વિશેષ શું હોઈ શકે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.