આ મોકો હવે ન ચૂકતા! લગ્નની સિઝન શરૂ થતાં પહેલા સસ્તુ સોનું ખરીદવાની સુવર્ણતક,ભાવ માં થયો મોટો ઘટાડો

0
433

લગ્નની સિઝન શરૂ થતા પહેલા લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમારા માટે સસ્તામાં સસ્તુ સોનું ખરીદવાની સુવર્ણતક સામે આવી છે. સ્થાનિક શેરબજારોમાં રિકવરીના કારણે માંગ મા આવેલી મંદીના કારણે 14 માર્ચથી 17 માર્ચ ના કારોબારી સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન ની વેબસાઈટ પર મળતા ડેટા અનુસાર અઠવાડિયે પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને છેલ્લા કારોબારી અઠવાડિયામાં સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.14 માર્ચના અઠવાડિયાના પહેલા કારોબારી સત્રમાં બુલિયન બજાર બંધ થતાં સમયે સોનાની કિંમત 51961 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી.

15 માર્ચ અને મંગળવારે સોનાના ભાવમાં 440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ઘટાડો નોંધાયો હતો જેનાથી બુલિયન માર્કેટ બંધ થવા સમયે 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને 51521 રૂપિયા થઈ ગઈ હતી. અઠવાડિયાના ત્રીજા કારોબારી સત્રના સોનાના ભાવમાં 176 રૂપિયાનો ઘટાડો થયો હતો અને સોનાની કિંમત 51345 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી હતી અને ગુરુવારે સોનાના ભાવમાં 219 રૂપિયાનો વધારો થઈને 51564 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી.

આ રીતે કારોબારી અઠવાડિયામાં સોનાના ભાવમાં 397 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ઘટાડો જોવા મળ્યો હતો જોકે 18 માર્ચે હોળી નિમિત્તે સરાફા બજાર બંધ રહ્યુ હતુ. તે સમયે 7-11 માર્ચના કારોબારી અઠવાડિયામાં સોનાના ભાવમાં 1133 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ઘટાડો થયો હતો અને આમ બે કારોબારી અઠવાડિયામાં સોનું 1530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.