સોના ચાંદી ખરીદવાની સુવર્ણ તક,સોનાના ભાવમાં થયો જોરદાર ઘટાડો,જાણો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

0
2205

સોનુ ખરીદનારાઓ માટે સારા સમાચાર છે આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં ઘટાડો અને રૂપિયામાં સુધારાને કારણે દિલ્લી બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનાનો ભાવ રૂપિયા 360 ઘટીને 50127 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેના કારણે પાછળ ટ્રેડિંગ સેશનમાં સોનુ 50487 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

જ્યારે ચાંદી નો ભાવ રૂ 252 ઘટીને 58916 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂપિયા 59168 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે,”દિલ્હીમાં 24 કેરેટનો સ્પોર્ટ સોનુ ગુરુવારે 360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટયુ હતું, જે ગુરુવારે ન્યૂયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ કોમેક્સ માં થયેલા ઘટાડાનો પ્રતિબિંબ પાડે છે અને તેના મૂલ્યમાં થયેલા સુધારા ને દર્શાવે છે. રૂપિયો. ગયો.”

રૂપિયો ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો અને શુક્રવારે પ્રતિ ડોલર રૂપિયા 77.49 પર પૈસા વધીને બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1826 ડોલર ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી 20.87 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ યથાવત રહી હતી. “શુક્રવારે ન્યૂયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ કોમએક્ સના સ્પોર્ટ ટ્રેડમાં સોનુ 0.24% વઘી ને 1826 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થય રહ્યું હતું”

સોના-ચાંદીની ખરીદી કરતી સમયે એક સરાહનીય વાત જણાવી દઈએ કે, હંમેશાં હોલમાર્ક જોયા પછી જ સોના-ચાંદીની ખરીદી કરવી જોઈએ. તમને મનમાં પ્રશ્ન થતો જ હશે કે, હોલમાર્ક એ શું છે? ત્યારે તમને જણાવી દઈએ કે હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને ભારત માં બીઆઈએસ એજન્સી છે કે જે હોલમાર્ક નક્કી કરે છે. આ ઉપરાંત સોનાની શુદ્ધતા ઓળખવા માટે પણ આઇ.એસ.ઓ દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે.

જો તમે રોજિંદા તાજેતરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસએમએસ આવશે અને તેમાં રોજિંદા સોના-ચાંદીના ભાવમાં થયેલા ફેરફારને જોઈ શકાશે. આ ઉપરાંત તમે www.ibja.co અથવા www.ibjarates.com વેબસાઇટ પર જઇને પણ તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.