લવ જેહાદ ને લગતી વધુ એક ઘટના સામે આવી છે. તમે જાણતા જ હશો કે ગત રામ નવમી દરમિયાન જ્યારે ભગવાન રામ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે તોફાની તત્વો દ્વારા પથ્થરમારો અને હત્યા ને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. હિન્દુ ધર્મની દીકરી અને મુસ્લિમ ધર્મના યુવકની લગ્નની કંકોત્રી વાઇરલ થતાં સમગ્ર સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની નિંગાળા ગામની દીકરી ના 25 તારીખના રોજ મુસ્લિમ યુવક સાથે વાજતે-ગાજતે લગ્ન થયા હતા. આ ઉપરાંત આ દીકરીના પરિવારે પણ પોતાની ઇચ્છાથી તેના લગ્ન કરાવ્યા હોવાની વાત જાણવા મળી રહે છે. આ લગ્ન માટે કંકોત્રી પણ છપાવામાં આવી હતી અને હિન્દુ ધર્મના રિવાજ પ્રમાણે લગ્ન કરાવ્યા હતા.
આ ઉપરાંત મુસ્લિમ ધર્મ અનુસાર નિકાહ પણ પઢવામાં આવ્યા હતા.ત્યારે આંતરધર્મીય લગ્ન કેટલા હદે યોગ્ય કહેવાય તેનો જવાબ જનતા માંગી રહી છે. આ લગ્નને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. કોની મંજૂરીથી આ લગ્ન કરવામાં આવ્યા છે અને આ લગ્નની કાયદેસરતા કેટલી છે? તેવા અનેક સવાલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ત્યારે તમને જણાવી દઈએ કે, જો આ લગ્નની મંજૂરી લેવામાં નહીં આવી હોય તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શું આ મામલો લવ જેહાદ પરિણામ છે ખરા!આપણો દેશ સ્વતંત્ર દેશ છે, પરંતુ આંતરધર્મીય લગ્ન કરવાની સ્વીકૃતિ આપી નથી. ત્યારે લગ્નની આ કંકોત્રી વાયરલ થતાં સમગ્ર બ્રહ્મ સમાજમાં વિરોધની આંધી ઊઠી હતી.
આ લગ્ન માટે કંકોત્રી પણ છાપવામાં આવી હતી. જે વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાતા લોકોએ આ દીકરીના પરિવારજનોને ફોન કર્યો હતો. અને તેઓને સમજાવવાના કોશિશ પણ કરી હતી. પરંતુ પરિવારજનોએ બધું જ દીકરીના નસીબ ઉપર ઠાલવી દીધું છે. તમને જણાવી દઈએ કે, તેમના પરિવાર સાથે થયેલી ઑડિઓ ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ આંતરધર્મીય લગ્ન ના કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. હિન્દુ ધર્મની આ દીકરી એ મુસ્લિમ સમાજના યુવક રીયાજ સાથે પોતાના લગ્ન કર્યા છે. ત્યારે લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થયા છે. આ દીકરીને પરિવારના સભ્યો દ્વારા પણ સમજાવવામાં આવી હતી પરંતુ કોઈક મજબૂરીના કારણે તેણે લગ્ન કર્યા હોવાનું જણાઈ રહ્યું છે.
જો કોઈને આ પ્રકારે આંતરધર્મીય લગ્ન કરવા હોય તો ત્રણ મહિના પહેલા જિલ્લા કલેક્ટરને જાણ કરવી ફરજિયાત હોય છે. ત્યારે કલેકટર તંત્ર દ્વારા પણ યોગ્ય તપાસ કરીને મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ જ હિન્દુ મુસ્લિમ પરિવાર વચ્ચે આ પ્રકારનો સંબંધ બંધાતો હોય છે. પરંતુ આ કેસમાં શું હકીકત છે તે હજુ સામે આવી નથી.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.