ખેડૂતોની મોટી ચિંતા થઇ પૂર્ણ,ખેડૂતો નું કામ આસાન કરવા આ વ્યક્તિએ વાપરયો એવો જુગાડ કે ચારેય બાજુ થવા લાગી વાહવાહી,જુઓ વિડિયો

0
175

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. અમુક વિડીયો એવા હોય છે કે જે આપને આશ્ચર્ય ચકિત કરી દેતા હોય છે. અમુક વિડિયો રમુજી હોય છે તો અમુક વીડિયો આશ્ચર્યજનક… હાલ ખેડૂતોની ચિંતામાંથી છુટકારો આપતો આવો જ એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

એક ખેડૂતે એવું જુગાડ શોધી કાઢ્યો છે કે, ખેતરમાં વહેતું પાણી રોકી શકાય અથવા તેનો ઝડપી પ્રવાહ ધીમો કરી શકાય. ખેતરમાં દરેક છોડને પાણી મળવું ખૂબ જ જરૂરી છે ત્યારે ઝડપથી આવતા પાણીના પ્રવાહની ગતિ ઓછી કરવા આ ખેડૂતે ખૂબ જ અતરંગી જુગાડ શોધી કાઢ્યો છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે ક્યારામાં એક પ્લાસ્ટિક બૅગમાં પાણી નાખીને પાણીના પ્રવાહની આગળ તેને વહેતું કરવામાં આવ્યું છે. આ પ્લાસ્ટિક બેગ ના ભારના કારણે પાણી ઝડપથી વહી શકતું નથી અને ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Techzexpress (@techzexpress)

આ દેશી જુગાડ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઓછી મહેનતે અને એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વિના પાણીના પ્રવાહને ધીમો પાડી શકાય છે અને ખેતરમાં રહેલા દરેક છોડને પાણી પણ પહોંચાડી શકાય છે. ખેડૂતો દ્વારા આ જુગાડ ની ખૂબ જ વાહવાહી કરવામાં આવી રહી છે.

જુગાડથી એવા કામો પણ સરળ બની જાય છે કે, જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય… ત્યારે આ દેશી જુગાડ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેને અપનાવવાની વાત પણ કરી રહ્યા છે. આ વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે જેને ખૂબ જ લાઈક અને કોમેન્ટ મળી રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.