ગજબ ની પ્રેમ કહાની! આ વ્યક્તિએ પોતાની પત્ની સામે આંધળા હોવાનો કર્યો ઢોંગ,કારણ જાણી તમે પણ ચોકી જશો

0
164

પ્રેમ એ માનવ જીવનને સાર્થક કરતું અમૂલ્ય પરિબળ છે. પ્રેમ વગર કોઈ પણ સંબંધ રાખવો અશક્ય છે. પ્રેમ માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચે નથી હોતો, તે પતિ-પત્ની, ભાઈ-બહેન, પિતા-પુત્રી, મિત્રો વચ્ચે પણ હોય છે. પ્રેમ એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. જો કોઈ સંજોગો અનુસાર માનવ હૃદયમાંથી પ્રેમ સમાપ્ત થઈ જાય તો તે માણસ નો વિનાશ ભાગ્યે જ રોકી શકાય છે.

પ્રેમની પરિભાષા આપીએ તો “પ્રેમ એટલે એકબીજા પ્રત્યે ની નિ:સ્વાર્થ લાગણી…” પરંતુ આ જમાનામાં નવ યુવાનો આકર્ષણ ને પ્રેમનું નામ આપે છે અને તેની આડમાં લાગણીઓનું શોષણ થાય છે. તેના જ કારણે આજના જમાનામાં પ્રેમ બદનામ થયો છે. સીધા શબ્દોમાં કહીએ તો “પ્રેમ એટલે સંપૂર્ણ શરણાગતિ…”

આજે તમને આવી જ એક પ્રેમ કથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એક શ્રીમંત ઘર નો પુત્ર શિવમ એક ખેડૂતની પુત્રી સાથે પ્રેમમાં બંધાય છે. આ છોકરી ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી હતા. જ્યારે શિવમ તેને પ્રપોઝ કરે છે ત્યારે યુવતીએ તેને સ્પષ્ટ ના પાડી હતી. પરંતુ શિવમ એ જલ્દી હાર માની ન હતી.

બીજા દિવસે તેના ઘરે જઈને તેના પિતા પાસે શિવમ તે છોકરીનો હાથ માંગ્યો. તેના પિતાએ આ પ્રસ્તાવ મંજૂર કર્યો અને બંનેનાં ધામધૂમથી લગ્ન થયા. થોડાક વર્ષો સુધી તેમનું લગ્નજીવન ખૂબ જ સારું ચાલ્યું. ત્યારબાદ યુવતી બીમાર રહેવા લાગી અને તેને ચિંતા સતાવવા લાગી કે તેની સુંદરતા ઓછી થશે તો તેનો પતિ તેને તરછોડી દેશે. કારણકે તેના પતિએ તેની સુંદરતા જોઈને તેની સાથે લગ્ન કર્યા હતા

એક દિવસ માર્ગ અકસ્માતમાં શિવમે તેની આંખો ગુમાવી. પત્ની ચિંતામાંથી મુક્ત બની તેના પતિનું વધારે ધ્યાન રાખવા લાગી. તેની ચિંતા પણ દૂર થઈ ગઈ કે હવે તેની સુંદરતા ઓછી થશે તો કોઈ વાંધો નહીં, કેમ કે તેનો પતિ તેને જોઈ શકશે નહીં. ત્યારબાદ તેની પત્ની વધારે બીમાર પડવા લાગી અને એક દિવસ તે મૃત્યુ પામી.

આ યુવતીના અવસાન બાદ શિવમ એકલતા અનુભવવા લાગ્યો. તેણે શહેર છોડવાનો નિર્ણય લીધો. લોકો દ્વારા તેને રોકવામાં આવ્યો પરંતુ ત્યારે તેણે ખુલાસો કર્યો કે આટલા વર્ષોથી અંધ હોવાનો ઢોંગ કરતો હતો કારણ કે તેની પત્ની ખુશ રહે.

માત્ર પોતાની પત્નીની ખુશી ના કારણે તેણે અંધ હોવાનો ઢોંગ કર્યો. આજના સમયમાં આ પ્રકારનો નિ:સ્વાર્થ પ્રેમ ક્યાંક જ જોવા મળતો હોય છે. ખરેખર શિવમે પોતાની પત્ની પ્રત્યેના પ્રેમનું એક જળવંત ઉદાહરણ સમાજ સામે પ્રસ્તુત કર્યું છે. અને પ્રેમની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.