ગાડી હટાવવાનું કહેતા શાકભાજી વેચનાર મહિલા પર તૂટી પડ્યો આ એમબીબીએસ ડોક્ટર,વીડિયો થયો વાયરલ

0
52

મધ્યપ્રદેશના ઇન્દોર થી એક શરમજનક ઘટના નો વિડીયો વાયરલ થયો છે. તેમાં શાકભાજી વેચનાર એક મહિલા અને તેના પુત્ર પર કેટલાક અસામાજીક તત્વો તૂટી પડયા હતા અને તેની લારી ઉઠલાવી નાખી હતી. ઘટના બાદ લોકોમાં મોટાપાયે રોષ જોવા મળ્યો હતો.

વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા આવું ન કરવાની આ લોકોને વિનંતી કરતી હતી તેમ છતાં આ બદમાશો તેની વાત માનતા ન હતા.આ મહિલાની લારીમાંથી બટાકા અને ડુંગળી નીચે ફેંકવા લાગ્યા હતા.આ વિડીયો ઇન્દોર નો છે જ્યાં એક એમબીબીએસ ડોક્ટરે ગુસ્સામાં મહિલાની ડુંગળી અને બટાકા ભરેલી લારી ઉંધી પાડી દીધી હતી.

મળતી માહિતી અનુસાર મહિલા અને તેનો પુત્ર ડુંગળી બટાકા ની લારી લઈને ઊભા હતા. તેની બરાબર સામે એક ડોક્ટરે તેની કાર પાર્ક કરી હતી.આ કારણે મહિલાને વેચાણમાં તકલીફ પડતી હતી અને કોઈ ગરાગ આવતું ન હતું.

આ જોઈને મહિલાએ ડોક્ટરને કાર લેવાની વિનંતિ કરી. મહિલાની વિનંતીને માન આપવાને બદલે ડોક્ટર ગુસ્સે ભરાયા અને ક્લિનિક માંથી તેના સ્ટાફને બોલાવીને મહિલા અને તેના પુત્ર પર તૂટી પડ્યા હતા.

પીડિત મહિલાએ ડોક્ટર પર આરોપ કર્યો છે આ ડોક્ટરે તેના ક્લિનિક માંથી સ્ટાફ બોલાવીને અમારી પર તૂટી પડ્યા હતા ને અમારી બટાકા ડુંગળી ની લારી પણ ઉંધી પાડી દીધી હતી.આ ઘટના બાદ લોકો માં રોષ ફેલાયો છે અને જવાબદાર ડોકટર અને તેના માણસોની સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.