અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતી ના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ સારો વરસાદ પડશે અને અતિ ભારે વરસાદની પણ અપેક્ષા છે પણ તેઓની આગાહી અનુસાર છેલ્લા બે દિવસથી વરસાદ પડે છે. મોટાભાગના વિસ્તારોમાં 7 જુલાઈના રોજ અને 8 જુલાઈના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના એક જિલ્લામાં તો અતિ ભારે વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે પાંચ દિવસની રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી અને આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને આગામી આઠમી જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરી છે.આ લો પ્રેશર મધ્યપ્રદેશ થી લઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી નથી. હવામાનના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ વધુમાં જણાવ્યું કે હાલમાં પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર
છે.આ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવશે. વરસાદ પડવાની શક્યતા છે અને 4 જુલાઈએ માછીમારો માટે હાલમાં કોઈ પ્રકારની ચેતવણી વ્યક્ત કરવામાં આવી હતી.7 તારીખના રોજ અમરેલી, ગીર સોમનાથ ભાવનગર નવસારી અને સુરતમાં તોફાની પવન સાથે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ની શક્યતા રહેલી છે.
જ્યારે આગામી 8 તારીખના રોજ વલસાડ ગીર સોમનાથ ભાવનગર અમરેલી દાદરા નગર હવેલી દમણ અને નવસારીમાંથી વરસાદ અને તોફાની પવન આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 9 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત વલસાડ, દમણ અને નવસારી, સુરત, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપતાની સાથે જ માછીમારોને પણ ચેતવણી આપી દેવાની છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ