ભર ઉનાળે આ વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી,જાણો વિગતે

0
223

ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો બેહાલ બન્યા છે ત્યારે તેમને રાહત આપતા એક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આ કાળઝાળ ગરમી વચ્ચે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરવામાં આવી છે.હાલ, તાપમાનનો પારો ખૂબ જ ઊંચે ચડ્યો છે ત્યારે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

આ વચ્ચે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. દિલ્હી સહિતના વિસ્તારોમાં pre-monsoon થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર 12 મી એપ્રિલથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાચલ નજીક આવી રહ્યા છે.

જેના કારણે પશ્ચિમ હિમાચલના કેટલાક ભાગોમાં વરસાદ અથવા ધૂળની ડમરીઓ જોવા મળશે.જ્યારે બીજુ વેસ્ટન મોજુ 15 એપ્રિલ ની આજુબાજુમાં આવશે. આ દરમિયાન દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીમાંથી અંશતઃ ઘટાડો જોવા મળશે. વરસાદી ઝાપટા પડતાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા સેવાઇ રહી છે. જેથી લોકોએ રાહતના શ્વાસ લીધા છે.વરસાદ જો આવશે તો રાજ્યની જનતા ને થોડાક દિવસો  મોટી રાહત મળશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.