રાજ્યમાં આગામી પાંચ દિવસ મુશળધાર વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી,સૌરાષ્ટ્ર ના આ વિસ્તારોમાં…

0
27

ઉત્તર ભારતમાં સતત હિમ વર્ષા થતાં તેની અસર ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે. આ મહિના દરમિયાન વાતાવરણ સ્થિર હોય છે પરંતુ હવામાન વિભાગે દક્ષિણના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તમિલનાડુ અને કેરળ માં આવનારા પાંચ દિવસોમાં વરસાદની સંભાવના છે.જ્યારે લક્ષદ્વીપ માં બે દિવસ સુધી જુદી જુદી જગ્યાએ વરસાદની સંભાવના છે.

IMD એ અને નિકોબાર ટાપુઓ માં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD કહેવા અનુસાર પશ્ચિમ બંગાળ, સિક્કિમ,ઓડિશા, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ નું લઘુતમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.અહી હવામાન સ્વચ્છ રહેશે

તેજ સમયે લેહ નું લઘુતમ તાપમાન -12 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે મહત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. આગામી થોડા દિવસો શ્રીનગરમાં વરસાદની સંભાવના છે અને અહીં લઘુતમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેના કારણે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને કારણે ભારતના દરિયા કિનારે બંગાળની ખાડી અને દક્ષિણ મહાસાગર ના કેટલા સામાન્ય ગતિવિધિ જોવા મળી રહી છે.

બંગાળની ખાડી માં લો પ્રેશર ઊભું થયું છે જેને કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી 24 થી 48 કલાક રાજ્યમાં વરસાદ રહેશે તેવી આગાહી કરી છે.જેને લઇને સૌરાષ્ટ્રના ખેડૂતો માં ચિંતાના વાદળ છવાઈ ગયા છે. સાથે સાથે ભારે પવન ની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. પવનના સુસવાટા સાથે કમોસમી માવઠું રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.