ખેડૂતો માટે અત્યંત ખુશીના સમાચાર,કેન્દ્ર ની મોદી સરકાર ખેડૂતોને આપી શકે છે આ મોટી ભેટ

0
31

ખેડૂતોને શાહુકારો થી છુટકારો અપાવવા ખેતી માટે સસ્તા વ્યાજ દર પર લોન અપાવવા કિસાન ક્રેડિટ કાર્ડ શ્રેષ્ઠ યોજના છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માં ખેડૂતોનું ત્રણ લાખ સુધી કરજ પેટે નાણાકીય રકમ આપવામાં આવે છે.

મળતી માહિતી મુજબ આગામી બજેટમાં મોદી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ ની મુદત વધારવાની જાહેરાત કરી શકે છે.ફેબ્રુઆરી 2022 માં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ પોતાનું ચોથું બજેટ જાહેર કરશે અને આ બજેટમાં ખેડૂતોને લઇને ઘણી બધી અગત્યની જાહેરાત પણ થઈ શકે છે.

મળતી માહિતી મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવેલ લોન પર 7 ટકા વ્યાજ લાગે છે પરંતુ જો આ લોન ને એક વર્ષમાં ચુકવી દેવામાં આવે તો વ્યાજ ની રકમમાં ઘટાડો થશે જશે અને કિસાને મુદલ રકમ પર ફકત 4 ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે એટલે કે આ યોજના અંતર્ગત ખેડૂતોને સસ્તા દરે લોન મળી રહેશે.

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે ખેડૂતો આ કિસાન કાર્ડ નો લાભ લઈને પોતાનો પાકનો વીમો પણ કરાવી શકે છે. કોઈપણ કારણોસર જો આ પાકને નુકસાન થાય તો તેના માટે ખેડૂતોને તેનું વળતર પણ આપવામાં આવશે.

પુરના કારણે પાકને કોઈ નુકશાન પહોંચે અથવા તો દુષ્કાળ ની સ્થિતિ સર્જાય તો તે સમયે કિસાન ક્રેડિટ કાર્ડ ખૂબ જ કામ આવે છે.કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને મફતમાં એટીએમ પણ આપવામાં આવે છે.આના સિવાય 1.60 લાખ રૂપિયા સુધી વ્યાજ માટે કોઈપણ પ્રકારની સિક્યોરિટી મૂકવાની જરૂર નથી.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.