કેન્દ્ર ની મોદી સરકારે રાજ્યોને આપ્યા આ નવા આદેશ,કોરોના નિયમોને લઈને કહ્યુ કે…

0
130

કેન્દ્રીય ગૃહ સચિવ આજે ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી આદેશ માં કહેવાયું કે કોરોના ના વધી રહેલા કેસોની વચ્ચે સરકાર દ્વારા ડિસેમ્બરમાં જારી માર્ગદર્શિકા ને હવે 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવે છે.

તેમને કહ્યુ કે કોરોના મહામારી દરમ્યાન કોરોનાવાયરસ ના નવા સ્વરૂપ નો ખતરો ઝડપથી વધી રહ્યો છે.દેશમાં કોરોના ના એક્ટિવ કેસ 22 લાખ ને પાર થઈ ગયા છે.જોકે કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે

અને હોસ્પિટલ માં દાખલ દર્દીઓની સંખ્યા પહેલા કરતા ઘણી ઓછી છે.આમ હોવા છતા તેમને ચિંતા વ્યકત કરી હતી કે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 407 જિલ્લાઓમાં હજી પણ કોરોના પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ નોંધાયો છે.

તેમણે કહ્યું કે કોરોના ના વધતા જતા કેસોને ધ્યાન માં રાખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તમામ નિયમોનું કડક પાલન કરવું જોઈએ. તેમને કહ્યું કે કોરોના મહામારી ને લઈને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તૈયાર કરેલી માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવું જરૂરી છે

તેમને કહ્યું કે કોરોના ના વધતા જતા કેસો વચ્ચે આપણે બધાએ પાંચ સ્તરીય રણનીતિ પર કામ કરવાની જરૂર છે.તેમને કહ્યું કે પરીક્ષણ,ટ્રેક, સારવાર, રસીકરણ અને કોરોના માર્ગદર્શિકા નું પાલન ફક્ત તમને કોરોના રોગચાળાની લડાઈ જીતવામાં મદદ કરશે. તેમને કહ્યું કે જાહેર સ્થળો અને મેળાવડાઓમાં ફેસ માસ્ક પહેરવું અને સલામત સામાજિક અંતર જાળવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.