કેન્દ્ર ની મોદી સરકાર તમને આપશે 10 હજાર રૂપિયા,બસ ઘરે બેઠા બેઠા આ રીતે ઉઠાવો લાભ

0
22

કોરોના મહામારીમાં સૌથી મોટી માર નાના ઉદ્યોગકાર અને નાના અને મધ્યમવર્ગીય લોકો પર પડી છે.હવે ધીરે ધીરે ફરી એકવાર ઉદ્યોગ ધંધા શરૂ થઈ રહ્યા છે.દેશમાં હજુ પણ મોટા પાયાદાન પર એવા લોકો છે

કે સ્ટ્રીટ વેન્ડર કે સ્ટોલ મૂકીને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમનો ધંધો શરૂ થયો નથી.દેશના ગરીબ અને આર્થિક રીતે પછાત લોકો માટે કેન્દ્ર ની મોદી સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે.

તેમાંથી પીએમ સ્વનીધી યોજના એક છે.આ યોજના હેઠળ શેરી વિક્રેતાઓને 10000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે.જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો સબસિડી પણ આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા મોબાઈલ નંબર ને આધાર સાથે લિંક કરવાનો રહેશે.આ યોજના હેઠળ લોન લેનારના મોબાઈલ નંબર ને આધાર સાથે લિંક કરવો જરૂરી છે.આ લોન તે લોકો માટે ઉપલબ્ધ થશે જેઓ 24 માર્ચ 2020 ના રોજ અથવા તે પહેલાં મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે.

આ યોજનાની અવધિ માર્ચ 2022 સુધી છે તેથી તેની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરો.શહેરી હોય કે અર્ધશહેરી હોય કે ગ્રામીણ હોય તે સ્ટ્રીટ વેન્ડર્સ આ લોન મેળવી શકે છે.આ લોન ના વ્યાજ પર સબસીડી ઉપલબ્ધ છે અને રકમ ત્રિમાસિક ધોરણે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.