ચક્રવાતી તોફાન માં અચાનક જ થયો મોટો ફેરફાર,હવામાન વિભાગે આપી અત્યંત મહત્વની જાણકારી,જાણવી જરૂરી

0
3068

બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાનને જોર પકડ્યું છે. આ તોફાન રવિવારે ઉગ્ર બની વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. જેના કારણે 75 કિમી પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે.
આ તોફાન આગળના 24 કલાકમાં તીવ્ર બનશે તેવી શંકાઓ છે.

હવામાન વિભાગે આસની ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોને અથડાયા વગર આ વાવાઝોડું આવતા અઠવાડિયા સુધીમાં નબળું પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડાની અસરના કારણે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે મંગળવારે થી ભારે પવન ફૂંકાશે અને વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. ચક્રવાત આસાની આગામી 24 કલાક દરમિયાન પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડા માં પરિવર્તિત થઈ વધારે તીવ્ર બની શકે. આ વાવાઝોડું આગળના 72 કલાકમાં બંગાળની ખાડી ના ઉત્તર પશ્ચિમ કિનારે પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર-પૂર્વ તરફ વળવાની અને ઓડિશાના કિનારે ઉત્તર પશ્ચિમ બંગાળ ની ખાડી પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

આ વાવાઝોડું સોમવારે બંગાળની ખાડીમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાનો અંદાજો છે. જોકે ઉતરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા ના દરિયાકાંઠા તરફ આગળ વધવા સાથે મંગળવારથી આ ચક્રવાતી તોફાન ધીમે ધીમે નબળું પડે તેવી સંભાવના છે. મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ ચક્રવાતી તોફાન નું નામ આસની રાખવામાં આવ્યું છે. જેનો મતલબ ક્રોધ થાય છે આ તોફાન આંદામાન ટાપુઓમાં પોર્ટબ્લેરથી 380 કીમી પશ્ચિમમા બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વી વિસ્તારમાં કેન્દ્રિત છે. આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને માછીમારોને દસ મે થી આગળ ની સૂચના સુધી દરિયા કાંઠા નો ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.