વડોદરા ની તૃષા ની માતાએ દીકરીની હાથમાં બાંધણી લઈને રડતા રડતા કહ્યુ કે આરોપીને મને સોંપી દો હું એની સાથે…

0
444

ગુજરાતમાં એક તરફી પ્રેમમાં વધુ એક દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. સુરત ની ગ્રીષ્મા બાદ હવે વડોદરા ની દીકરી તૃષા નો એક તરફી પ્રેમ માં જીવ લઇ લેવામાં આવ્યો છે.આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. હજુ તો સુરતમાં બનેલી ગ્રીષ્માનો મામલો તાજા છે ત્યાં વડોદરામાં 19 વર્ષની તૃષા નામની યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

આપણે જણાવી દઈએ કે દીકરી તૃષાનું મૃતદેહ વડોદરા શહેર નજીક ધનિયાવી ગામના ખેતરમાં મળી આવ્યું હતું. દીકરીના મૃતદેહથી તેનો હાથ અલગ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને મંગળવારના રોજ મોડી રાત્રે દીકરી તૃષાનો જીવ લેનાર કલ્પેશ ઠાકોરને ધરપકડ કરવામાં આવી હતી.

દીકરી ને ખોયા બાદ બીજી તરફ દીકરી તૃષાની માતાના આંસુ સુકાતા નથી. દીકરી તૃષાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ઘરનું કોઈ સભ્ય માનવા તૈયાર નથી કે આંખની સામે હસતી ખેલતી દીકરી તૃષા આજે દુનિયામાં નથી રહ્યા. દીકરી તૃષા મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.આરોપી પ્રત્યે પરિવાર માં રોષ જોવા મળી રહો છે.

દીકરી ની માતા પોસ્ટમોર્ટમ રૂમની બહાર દીકરી તૃષાની માતા દીકરી ની બાંધણી લઈને રડી રહી છે. દીકરીની નિશાની રૂપ તેની બાંધણી હાથમાં લઈને માતા દીકરી ને યાદ કરીને ધ્રુસકેને ધ્રુસકે રડી રહી છે. દીકરી તૃષાની માતાએ જણાવ્યું કે, મારી દીકરી મને કલાકે કલાકની માહિતી આપતી હતી.

મારી દીકરી મારી સાથે મિત્રોની જેમ રહેતી હતી. તે કોઈની સાથે માથાકૂટ કરતી નથી છતાં પણ તેની સાથે કેવું થયું? દીકરીનો જીવ લેનારાને મને સોંપી દો, હું તેના હાથ-પગ તેના શરીરથી અલગ કરીને તેને સજા આપીશ. જ્યારે સુરત શહેરમાં દીકરી ગ્રીષ્મા બનેલી ઘટના સાંભળીને મેં મારી દીકરીને સાવચેત રહેવા માટે સલાહ આપી હતી.

ત્યારે મારી તૃષા એ મને કહ્યું હતું કે મમ્મી, મારી ચિંતા ન કરો. આ ઉપરાંત દીકરી તૃષાની માતાએ જણાવ્યું કે, મારી સોનુ પોલીસ માં જોડાઈને ઉચ્ચ અધિકારી બનીને સમાજની રક્ષા કરવા માંગતી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.