પ્રજાસતાક દિવસે પેટ્રોલ ડીઝલ ના ભાવ ને લઈને આવ્યા મોટા રાહત ના સમાચાર,જાણો

0
35

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે IOCL એ આજે પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર કરી છે. આજે પણ ઇંધણના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.4 નવેમ્બર 2021 થી વાહનોના ઇંધણના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી

અને આ દિવસે કેન્દ્રએ પેટ્રોલ પરની એકસાઈઝ ડયૂટીમાં પ્રતિ લિટર 10 અને ડીઝલ પર એક્સાઇઝ 5 રૂપિયા નો ઘટાડો કર્યો હતો.આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ થતી રહે છે.

ફૂડ ઓઈલની કિંમત 60 ડોલર પ્રતિ બેરલથી 88 ડોલર સુધી પહોંચી ગઈ છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર ના ભાવે વેચાઇ રહુ છે.

ગુજરાત માં ગાંધીનગર માં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે.જયારે પેટ્રોલ ની કિમંત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.દેશમાં સૌથી મોંઘુ ઈંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માં છે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે.

સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે.સવારે 6:00 નવા ભાવ લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડીયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે.

તમે પણ તમારા શહેરની પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવા ઈચ્છતા હોય તો એસ.એમ.એસ દ્વારા જાણી શકો છો.ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે અને તમે તરત જ ભાવ જાણી શકશો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.