આગામી કલાકો રાજ્ય માટે ખુબ જ ભારે! જાણો કયાંથી પસાર થશે વાવાઝોડુ આસની,જાણો શું થશે અસર

0
2745

ફરી એક વાર ચક્રવાતી તોફાનનો ખતરો! આ ખતરાના કારણે 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા, તમને જણાવી દઈએ કે, ઓડીશા પર ચક્રવાતી તોફાન નો ખતરો મંડરાઇ રહ્યો છે. બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થયેલું લો પ્રેશર જોર પકડી રહ્યું છે અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યુ છે. આ ચક્રવાતની ઝડપ ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે.

આ ખતરાને આવતા જોઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, આ ચક્રવાતની અસર સિક્કિમ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ અને ઝારખંડ પર પડી શકે તેમ છે. આ ચક્રવાતી તોફાન ના કારણે આ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગ સતત તેના પર નજર રાખી રહ્યો છે.

આ ચક્રથી બચવા ઓડીશા સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આગામી ૪૮ કલાકમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ખતરાને ધ્યાને લઇ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ ઉપરાંત હવામાન વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. સરકાર દ્વારા તમામ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, આ ચક્રવાતનો સામનો કરવા માટે NDRF ની ટીમોને પણ તૈયાર કરવામાં આવી રહી છે. 18 જિલ્લાના કલેક્ટરોને એલર્ટ જાહેર કરવા માટે સૂચવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRF ની ૧૭ ટીમો, ODRAF ની 20 ટીમ તૈયાર કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડની 175 ટીમોને પણ સૂચના આપી દેવામાં આવી છે. આવનારી ગંભીર પરિસ્થિતિ નો સામનો કરવા સરકાર સઘન પ્રયત્નો કરી રહી છે.

હવામાન વિભાગ દ્વારા 3 મે ના રોજ આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આગામી 120 કલાકમાં એક મોટું વાવાઝોડું થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. તેની ચેતવણી ના ભાગરૂપે હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ અંદમાન સમુદ્ર અને તેની નજીકના બંગાળની ખાડીમાં જોરદાર પવન ફૂંકાવાની

સંભાવના રહેલી છે. તેના આસપાસના વિસ્તારોમાં નીચા દબાણ વાળું ચક્રવાતનું ક્ષેત્ર રચાય એવું પણ જણાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આ પરિસ્થિતિનો સામનો કરવા માટેની તમામ તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદીએ પણ આના વિશે ટ્વિટ કરીને માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષ 2021 માં પણ ત્રણ મોટા ચક્રવાત આવ્યા હતા. તેનો સામનો પણ આપણે ખૂબ જ ગંભીરતાથી કર્યો હતો. may 2021 માં યાસ ચક્રવાત, સપ્ટેમ્બર 2021માં ચક્રવાત ગુલાબ અને ડિસેમ્બર 2021માં ચક્રવાત જવાદ નો સામનો કરવો પડ્યો હતો. હવે આવી રહેલા આગામી ચક્રવાતને લઈને શું પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય બતાવશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.