ઘર ની બહાર નીકળતા પહેલા ચેતી જજો! રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પારો આટલી ડીગ્રી ને પાર પહોંચી શકે છે

0
156

ગુજરાતમાં જ માર્ચ મહિનાના મધ્યમાં ગરમીમાં ભારે વધારો થયો છે. મંગળવારે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હતો. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી જ્યારે રાજકોટ,

અમરેલી અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.ઉત્તર ગુજરાતના ડીસા શહેરમાં 40.8 ડિગ્રી, ભુજમાં 40.6 અને કંડલામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક સ્થળોએ હીટવેવની શક્યતા છે. ગુરુવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને આંબી જવાની શક્યતા છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી વધુ હતું.આ વિસ્તારોમાં ગુરુવાર અને શુક્રવારે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે એડવાઈઝરી જારી કરી છે. આમાં, જે લોકો લાંબા સમય સુધી કામ કરે છે તેમને ગરમી સંબંધિત રોગો થવાની સંભાવના વધારે છે. આ ઉપરાંત બાળકો, વૃદ્ધો અને જૂના રોગોથી પીડિત લોકોએ ગરમીથી બચવું જરૂરી છે. ગરમીના સંપર્કમાં આવવાથી બચો, તેમજ વારંવાર પાણી પીતા રહો, આ ઉપરાંત ઓઆરએસ, લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી જેવા દ્રાવણનો ઉપયોગ પણ કરી શકાય છે.હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાની પણ સલાહ આપવામાં આવે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.