રાજયના લોકો ને કોરોના પ્રતિબંધોમાંથી મળી મોટી રાહત,કેસો ઘટતા સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા

0
68

દિલ્હીમાં કોરોના નિયમોને લઈને યોજાયેલી ડીડીએમ ની સમીક્ષા બેઠકમાં વિક્રએન્ડ કરફ્યુ,બજારો માટે ઓડ ઈવન નિયમોને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું કે દિલ્હીમાં વિકેએન્ડ કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે.

નાઈટ કરફ્યુ ચાલુ રહેશે.દિલ્હીમાં સતત ઘટી રહેલ કોરોના કેસ અને ઘટતા સંક્રમણ ના દર ને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની બેઠકમાં લેવામાં આવ્યો છે,જેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.DDMA ની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. નાઈટ કર્ફ્યુ હાલમાં યથાવત રહેશે.ઓડ ઈવન નિયમો ખતમ થશે.લગ્ન સમારોહમાં 200 લોકોને સામેલ થવાની છૂટ મળશે અને હાલ માત્ર 150 લોકોને સામેલ થવાની મંજૂરી છે.

50 ટકા સીટ ક્ષમતા સાથે ખુલશે અને હાલમાં સિનેમાહોલ સંપૂર્ણપણે બંધ છે. દિલ્હી ની સરકારી ઓફિસો 50% ક્ષમતા ઓ સાથે ખુલશે. કોરોના સંબંધિત નિયમોનું ફરજિયાત પણે પાલન કરવું જરૂરી છે.

નિયમોનું ચુસ્તપણે અમલ કરવામાં આવશે. નોંધનીય છે કે શુક્રવારે રાતે 10:00 થી સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં વિકેન્ડ કરફ્યુ લાદવામાં આવ્યો હતો જે હવે લાગુ થશે નહીં.કોરોના વાયરસ ના કેસો ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.