સુરત ની ગ્રીષ્મા વેકરીયા કેસ ની સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારનાર વ્યક્તિ એ કહી દીધું એવું કે જાણીને તમે પણ કહેશો કે…

0
2478

સુરતના પાસોદરા માં બનેલી ચકચારી ઘટના પેકી નવા ચુકાદાઓ સામે આવતા રહે છે. ત્યારે તમને જણાવી દઈએ કે, આરોપી ફેનીલ ને કોર્ટે દોષિત જાહેર કર્યો છે અને હવે તેને કઈ સજા આપવામાં આવે તેની વિચારણા ચાલી રહી છે.12 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ એ દીકરી નું જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી.

જે જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. ઘટના સમયે ઘણા બધા લોકો હાજર હતા અને તેના ભાઈ દ્વારા બહેન ને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ખૂનખાર બનેલા આરોપી એ ગ્રીષ્મા નું ત્રણ વાર ચપ્પુના ઘા મારી ગળુ કાપી નાખ્યું હતું અને જીવ લઇ લીધો હતો.

આ ઘટનાનો એક સમગ્ર વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. તમને જણાવી દઇએ કે, આ વિડીયો ત્યાં હાજર સાહેદે ઉતાર્યો હતો. તેને જણાવતા કહ્યું છે કે, મને જાણ નહોતી કે આ વિડીયો મોટા પુરાવા રૂપે સાબિત થશે… ઘટનાસ્થળ પર ઉતારેલો આ વિડીયો આ કેસ માટે સૌથી મોટું સબૂત બન્યો છે.

ત્યારે સરકારી વકીલ નયન સુખડવાલાએ સાહેદની પણ પૂછપરછ કરી હતી અને આ કેસ બાબતે તજવીજ કરવામાં આવી હતી. તો બીજી તરફ એફએસએલ દ્વારા પણ જાણવા મળ્યું છે કે, આ વીડિયોમાં કોઈપણ પ્રકારનો છેડછાડ કે બદલાવ કરવામાં આવ્યો નથી. આ વિડીયો તદ્દન ઓરીજનલ છે.

ગ્રીષ્મા હત્યા કેસ બાબતે ૨૧ એપ્રિલના રોજ તમામ સબૂતો ને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા ફેસલો કરવામાં આવ્યો હતો અને હત્યારા ફેનીલ ને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. હવે તેને કઇ સજા ફટકારવી જોઈએ તે બાબતે વિચારણા થઈ રહી છે. ગ્રીષ્મા ના પરિવારજનોનું કહેવું છે કે, આરોપીને કડકમાં કડક સજા થાય જેથી અમારી સ્વર્ગીય દીકરીને આત્માને શાંતિ મળે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.