મોંઘવારી થી હેરાન થઇ રહેલી ગરીબ જનતા પોતાનું પેટ ભરવા કરી રહી છે આવા આવા કામ,જાણો

0
137

મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે લોકોની સ્થિતિ વણસી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ દરેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નોંધાયો છે. દૂધ થી લઈને શાકભાજી સહિત તમામ વસ્તુઓમાં નોંધનીય ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે ગરીબ પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. એપીએમસી માર્કેટ માંથી એવા દયનીય દૃશ્યો સામે આવ્યા છે કે જેને જોઈને તમારું પણ હૃદય કંપી ઊઠશે.

અસહનીય ભાવ વધારાના કારણે ગરીબ લોકોની બે વખતનું ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. લોકોની હાલત એટલી કફોડી બની છે કે, તેઓ કચરાના ઢગલામાંથી ખાવાનું વીણતા નજરે પડ્યા છે. જી હા, ફોટોસ માં તમે જોઈ શકો છો કે ગરીબ પરિવારના બાળકો અને મહિલાઓ કચરાના ઢગલામાંથી ખાવાલાયક ચીજ વસ્તુઓ શોધી રહ્યા છે. આ ઉપરાંત ડોર-ટુ-ડોર આવતા કચરાના વાહનમાં પણ ફાંફાં મારી રહ્યા છે.

આજના સમયમાં મોંઘવારી તમામ હદો વટાવી રહી છે ત્યારે આ દૃશ્ય જોઈને ભલભલાના રુવાટા ઉભા થઇ રહ્યા છે. લોકોની પરિસ્થિતિ આ હદે ખરાબ થતા સરકાર માટે પણ આ વિચારવા જેવી બાબત બની ચૂકી છે. ક્યાં સુધી લોકોએ આ જ પ્રકારે ગરીબીનો સામનો કરવો પડશે અને મોંઘવારીનો માર વેઠવો પડશે? આ એક મોટો સવાલ ઉભો થયો છે. આ દ્રશ્ય જોઇને સરકારની અપીલ છે કે, આ લોકોને બનતી તમામ મદદ કરવામાં આવે.

ગુજરાતીમાં એક કહેવત છે કે, “પેટ કરાવે વેઠ” ત્યારે હકીકતમાં આ કહેવત આજે સાચી પડી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. પેટની ભૂખને સંતોષવા માટે લોકો એટલા મજબૂર બન્યા છે કે, તેઓ કચરામાંથી ખાવાલાયક વસ્તુઓ શોધી રહ્યા છે. તમે અંદાજો પણ લગાવી શકો કે આ બાબત કેટલી ગંભીર કહેવાય. પોતાના પેટની ભૂખ સંતોષવા માટે લોકો ખૂબ જ લાચાર બન્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સરકાર દ્વારા હવે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે?

કાળઝાળ ગરમી વચ્ચે કચરાના ઢગમાંથી ખાવાનું શોધતા આ બાળકો અને મહિલાઓની પરિસ્થિતિ જોઈને ભલભલાનો પરસેવો થીજી જાય. આપણા સમાજની આ એક કડવી વાસ્તવિકતા છે જે આજે કેમેરામાં કેદ થઇ છે. વધતી જતી મોંઘવારી વચ્ચે ગરીબ પ્રજા પીસાઈ રહી છે અને પોતાના પેટની ભૂખ ઠારવા માટે તેઓ કંઈપણ કરી છૂટવા માટે તૈયાર થયા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.