ચોમાસાના કરો વધામણા,રાજ્યમાં આ તારીખે ચોમાસાની પધરામણી થવાની શક્યતા,જાણી લો તારીખ

0
15169

દેશભરમાં અત્યારે ગરમીનો પારો નવા નવા રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે નૈઋત્યનું ચોમાસુ 27 મે ના રોજ એટલે કે પાંચ દિવસ અગાઉ કેરળમાં પહોંચવાની શક્યતા છે અને આપને જણાવી દઇએ કે સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂને ચોમાસાનો વરસાદ થતો હોય છે.

ઉલ્લેખનીય છે તે લોકો અને ખાસ કરીને ખેડૂતો ચોમાસા ની રાહ જોતા હોય છે.દેશની મોટાભાગની ખેતી હજુ ચોમાસાના વરસાદ પર નિર્ભર છે એટલે કે અર્થતંત્ર માટે નેરૂત્ય નો વરસાદ ઘણો મહત્ત્વનો છે. ઇન્ડિયા મિટીયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ કે શુક્રવારે જણાવ્યું કે ચાલુ વર્ષે કેરળમાં નૈઋત્યનું ચોમાસુ દર વર્ષ કરતાં વહેલું પહોંચે તેવી શક્યતા છે.

ચાર દિવસની વધઘટની શક્યતા સાથે કેરળમાં 27 મે ના વાહ ચોમાસાનો પહેલો વરસાદ શરૂ થઈ શકે છે અને પ્રારંભિક તબક્કે ચોમાસું વરસાદ દક્ષિણ અંદમાન સાગર પર થાય છે ત્યાર પછી ચોમાસાના પવનો બંગાળની ખાડી પરથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે.

સામાન્ય રીતે દર વર્ષે 22 મે ની આસપાસ ચોમાસુ અંદામાન સાગર પરથી આગળ વધતો હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વિષુવવૃતીય પવનોનું જોર વધવાથી નૃઋત્ય નું ચોમાસું દક્ષિણ અંદામાન સાગર, નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગ તરફ આગળ વધવાની શક્યતા પ્રબળ બની છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે અગાઉ ના ડેટા પ્રમાણે અંદામાન સાગર પરથી ચોમાસાની પ્રગતિ ની તારીખ ને કેરળમાં ચોમાસુ બેસવાની તારીખ અથવા દેશના ચોમાસુ વરસાદના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

અને સાથે તેમને કહ્યું કે 25 મે થી 4 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે અને 15 જૂન આસપાસ સારા વરસાદની શક્યતા છે.18 મે થી 6 જૂન સુધીમાં અરબ સાગરમાં ચક્રવાત ની શક્યતા છે અને તેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઇ શકે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.