આ વર્ષે ઘઉં ના ભાવ આસમાની સપાટીએ,રાજ્યમાં ટેકાના ભાવ કરતાં પણ વધારે મળી રહી છે કિંમત,જાણો પાકનો ભાવ

0
736

રવિ પાક ઘઉં લણની સિઝન ચાલી રહી છે. ઉત્તરપ્રદેશ,હરિયાણા સહિત દેશના ઘણા બધા રાજ્યોએ લઘુતમ ટેકાના ભાવ પર ઘઉંની ખરીદી શરૂ કરી છે અને આ સાથે જ ખુલ્લા બજારમાં આવેલી મંડીઓમાં ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત ઘણી જગ્યાએ ખેડૂતોને ઘઉં ની કિંમત નિયત MSP કરતા વધુ મળી રહી છે

જેમાં પંજાબ અને રાજસ્થાન ખુલ્લા બજારોમાં આવેલી મંડીઓમાં ખેડૂતોને ઘઉંના સૌથી વધારે ભાવ મળી રહ્યા છે.કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ના કૃષિ ખર્ચ અને ભાવ પંચે આ વખતે પણ રવિ પાકની MSP નક્કી કરી છે. જે અંતર્ગત પંચ દ્વારા રવી સીઝન 2022-23 માટે પ્રતિ ક્વિન્ટલ એમ એસ પી 2015 નક્કી કરવામાં આવી છે અને કિંમત તે તમામ રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઘઉં ખરીદશે

પરંતુ ખૂલ્લા બજારોમાં ઘઉં ની કિંમત એમએસપી કરતાં પણ વધુ પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ પંજાબ અને રાજસ્થાન ના ખુલ્લા બજારોમાં આવેલી મંડીઓમાં ખેડૂતોને ઘઉંના ભાવ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી મળી રહ્યા છે.પંજાબની મંડીઓની સાથે સાથે દેશભરમાં ખુલ્લા બજારોમાં આવેલી કેટલીક મંડીઓમાં ઘઉંના ભાવ હાલમાં

એમએસપી કરતાં પણ વધારે પહોંચી ગયા છે. જે અંતર્ગત ઇન્દોર મંડી માં ઘઉં ની કિંમત 2462 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહી છે જ્યારે ગુજરાતની અમરેલી માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહી છે અને જ્યારે બુંદેલખંડ ની ઓરાઈ માર્કેટયાર્ડમાં અત્યારે ઘઉં ની કિંમત 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહી છે.

આપણે જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશોએ વિશ્વના સૌથી મોટા ઘઉં ની નિકાસ કરતા દેશો કહેવામાં આવે છે. આ સ્થિતિમાં બંને દેશો માંથી ઘઉં ની નીકાસ ને અસર થઈ રહી છે જેના કારણે વિશ્વના દેશોમાં ભારતીય ઘઉંની માંગ વધી છે. ભારતીય નિકાસકારો એ ઘણા દેશોમાં ઘઉં ની નીકાસ કરવાનું શરૂ કર્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.