LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર,એપ્રિલ મહિનાથી ગેસ સિલિન્ડર ની કિંમત માં થઈ શકે છે મોટો વધારો,જાણો

0
28

કોરોના મહામારી વચ્ચે વધતી મોંઘવારી ફરી એકવાર સામાન્ય માણસને ઝટકો અપાવી શકે છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે રસોઈ ગેસ પણ ઉપભોક્તાઓ નું ખિસ્સું ખાલી કરી શકે છે. એપ્રિલથી ભોજન બનાવવું લોકો માટે વધુ મોંઘું થઈ શકે છે. દુનિયાભરમાં ગેસની ભારે અછત થઈ છે અને એપ્રિલથી તેની અસર ભારત પર પડતી જોવા મળી શકે છે.

જેનાથી ગેસની કિંમતો બમણી થઇ શકે છે.વૈશ્વિક સ્તર પર ગેસની સમસ્યા થવાથી CNG,PNG અને વીજળી ની કિંમતો વધી જશે તેની સાથે જ વાહન ચલાવવાની સાથે ફેક્ટરીઓમાં ઉત્પાદન ખર્ચ પણ વધી શકે છે. સરકારના ફર્ટિલાઇઝર સબસિડી બિલમાં પણ વધારો થઇ શકે છે.

કુલ મળીને આ બધાની અસર સામાન્ય ગ્રાહકો પર પડવાની છે.રશિયા યુરોપ ને ગેસ સપ્લાય કરવાનો જ મોટો સ્ત્રોત છે એટલે યુક્રેન સંકટના કારણે તેના પર માઠી અસર પડી શકે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના કોરોના મહામારી ના પ્રકોપથી બરા જરૂર થી નીકળી રહી છે.

પરંતુ દુનિયાભરમાં ઊર્જાની વધતી માંગને કારણે તેની આ પૂર્તિમાં કમી આવી શકે છે. આ કારણ છે કે ગેસની કિંમતોમાં ઝડપથી ઘટાડો આવી જાય છે.યુકેન સંકટના કારણે જંગની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. જેની અસર ચારે બાજુ જોવા મળી રહી છે અને હવે ગેસ પર પણ અસર પડી શકે છે.

વૈશ્વિક સ્તરે ગેસની કંપની ની અસર એપ્રિલથી જોવા મળશે જ્યારે સરકાર નેચરલ ગેસની કિંમતમાં ફેરફાર કરશે. એક્સપર્ટના અનુસાર 2.9 ડોલર પ્રતિ એમએમબીટીયુથી વધીને 6 થી 7 ડોલર કરવામાં આવી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અનુસાર ઊંડા સમુદ્ર માંથી નીકળતા ગેસ ની કિંમત 6.13 ડોલરથી વધીને લગભગ 10 ડોલર થઈ જશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.