જીરુ ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,રાજ્ય ની આ માર્કેટીંગયાર્ડ માં જીરુ ના ભાવ પહોંચ્યા એતીહાસિક સપાટીએ,જાણો

0
541

હાલમાં તમામ ચીજવસ્તુઓના ભાવોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે, જીરા ના ભાવ ઈતિહાસીક સપાટીએ પહોંચ્યા છે. એક સાથે આટલો બધો વધારો થતા ખેડૂતો હોંશે હોંશે પોતાનો પાક વેચવા તૈયાર થયા છે. તમને જણાવી દઈએ કે, ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરાના સારા એવા ભાવ બોલાઇ રહ્યા છે.

આ ભાવ વધારાની જાણકારી ખેડૂતોને થતા તેઓ પોતાનો પાક વેચવા માટે માર્કેટયાર્ડ આગળ લાઇન લગાવી રહ્યા છે. ખૂબ જ સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આ વર્ષે જીરુંના ભાવમાં ગયા વર્ષ કરતાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જીરાની આવકમાં વધારો થતાં વેપારીઓએ પણ તેના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ શરૂ કરી દીધી છે.

જીરાના ભાવ ની વાત કરીએ તો, ઉંઝા માર્કેટ યાર્ડમાં ખૂબ જ સારા ભાવ નોંધાયા છે. ઉંઝા ના માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 3300 થી લઈને 4800 સુધીનો બોલાઈ રહ્યો છે. ખેડૂતો આ ભાવને ધ્યાનમાં લઇ પોતાનો પાક વેચવા માટે તૈયાર થયા છે. આ ઉપરાંત નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ જીરૂના ભાવ 4100 રૂપિયા સુધી પહોંચી શકે તેમ છે.

કડી માં જીરુ નો ભાવ 2676 રૂપિયાથી લઈને 3280 થી 3370 સુધીના ભાવ નોંધાયા છે.પોરબંદર માર્કેટયાર્ડમાં 2800 રૂપિયાથી લઈને 3690 સુધીના ભાવે જીરુ નું વેચાણ થઈ રહ્યું છે.સુરેન્દ્રનગર ની ચોટીલા માર્કેટ યાર્ડમાં 2000 થી 3000 રૂપિયા જીરુ નો ભાવ નોંધાઈ રહ્યો છે,

બોટાદ માં જીરુ નો ભાવ 2676 રૂપિયાથી લઈને 3055 થી 4185 સુધીના ભાવ નોંધાયા છે.ભાવનગર માર્કેટયાર્ડમાં 3000 રૂપિયાથી લઈને 4000 સુધીના ભાવે જીરુ નું વેચાણ થઈ રહ્યું છે.સૌરાષ્ટ્ર ની જામનગર માર્કેટ યાર્ડમાં 2500 થી 3910 રૂપિયા જીરુ નો ભાવ નોંધાઈ રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.