યુદ્ધ કરે ઓલા બે દેશો અને ભોગવવાનું આપણે! ખાધતેલના ભાવ માં આટલા રૂપિયા નો થઈ શકે છે મોટો વધારો

0
166

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની અસર સુધી ભારતીય બજાર પર જોવા મળી રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં દેશમાં ખાદ્યતેલના ભાવમાં 15-25 ટકાનો વધારો થયો છે. ભારતમાં રશિયા અને યુક્રેન માંથી 90 ટકાથી વધુ સૂર્યમુખી તેલની આયાત કરે છે.

દેશમાં સૌથી વધુ કિંમત વધી રહી છે. સરસવના તેલના ભાવમાં નરમ કરે છે કારણ કે આ વર્ષે મંડળીઓમાં નવા સરસવના પાક ની બમ્પર ઉપજ છે. વેપારીઓનું કહેવું છે કે તેલના સતત વધી રહેલા ભાવના કારણે હાલ બજારમાં તેજી જોવા મળી રહી છે. હોળીના તહેવાર ના કારણે ખાદ્ય તેલોમાં મોંઘવારી પણ મજબુત બની છે. જે આગામી 50 થી 60 દિવસ સુધી રહેવાની છે.

દેશમાં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન જથ્થાબંધ બજારમાં આરબીડી પામોલિન ના ભાવ 130 થી વધીને 157,ફૂડ પામ ઓઈલ 128 થી 162 પ્રતી કિલોગ્રામના ભાવે પહોંચી ગયા છે. દેશી તેલમાં સોયાબીન રિફાઇન્ડ નો ભાવ 131 થી 160, સૂર્યમુખી તેલ માં 130 થી 165, સીંગદાણાના તેલ માં 135 થી 157 પ્રતી કિલો થયો છે જ્યારે સરસવના તેલનો ભાવ 165 રૂપિયાથી ઘટીને 152 પ્રતિ કિલો પર આવી ગયો છે.

ખાદ્ય તેલના વેપારીઓનું કહેવું છે કે યુદ્ધ ના કારણે મોટાભાગનુ ખાધ તેલ મોંઘુ થઈ ગયું છે. સરસવના તેલના ભાવમાં નરમાઇ ના વલણ વચ્ચે મંડીઓમાં નવી સરસવની આવક થઇ છે અને વર્ષે સરસવ નો બમ્પર પાક થયો છે. તેલ ઉદ્યોગ ના મતે આ વર્ષે 115-120 લાખ ટન સરસવ નું ઉત્પાદન થવાની ધારણા છે.ગયા વર્ષે 85 થી 90 લાખ ટન સરસવ નું ઉત્પાદન થયું હતું.જો કે સરકારી અનુમાન મુજબ આ વર્ષે સરસવ નું ઉત્પાદન આશરે 115 લાખ ટન થશે જ્યારે ગયા વર્ષે ઉત્પાદન આશરે 102 લાખ ટન હતું

આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ અમર ઉજાલા ને જણાવ્યું કે હાલમાં યુક્રેનમાં બંદરો બંધ છે અને જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે.જો રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આમ જ ચાલુ રહેશે તો માર્ચના અંત સુધીમાં સૂર્યમુખી તેલ ની ઉપલબ્ધતા માં ઘટાડો થઈ શકે છે. હાલમાં દેશમાં માર્ચ એપ્રિલ ના મધ્ય સુધી સૂર્યમુખી તેલ નો પૂરતો સ્ટોક છે પરંતુ જો બંને વચ્ચે પરિસ્થિતિ સુધરે નહીં તો ગ્રાહકો સોયાબીન સહિત અન્ય તેલ નો ઉપયોગ કરી શકે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.