અરે બાપ રે! સોનાના ભાવમાં આજરોજ થયો આટલો મોટો ઘટાડો,સોના ના ભાવ જાણી તમે પણ…

0
774

વૈશ્વિક બજારમાં આવેલા બદલાવ બાદ ગુરુવારે સવારે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને ફરીથી ચાંદી 68 હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજરોજ સવારે 24 કેરેટ સોના નો વાયદો રૂપિયા સાત ઘટીને 51140 પ્રતિ 10 ગ્રામ થયો હતો.

તે સમયે ચાંદીના વાયદાના ભાવમાં 1151 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને ચાંદી એક દિવસ પહેલા એટલે કે લગભગ એક મહિના પછી 68000 રૂપિયાને નીચે પહોંચી ગઈ હતી. આજે ફરી આ સ્તર ને વટાવીને 68455 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.

વૈશ્વિક બજારમાં સોનાના હાજર ભાવ આજે સવારે પાછા વધવા લાગ્યા અને ઓસ દીઠ 1930 ડોલર ના દરે પહોંચી ગયો છે. અહીં સોનાની કિંમતમાં વધારો થવાનું કારણ યુએસ ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં વધારો છે. વૈશ્વિક બજારમાં ચાંદીના હાજર ભાવ પણ 0.75 ડોલર વધીને 25.46 ડોલર પ્રતિ ઔંસ થયો છે.

યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યા બાદ ડોલર ઇન્ડેક્સ ઘટયો અને વૈશ્વિક બજાર માં સોનાના વધવા લાગ્યા.છેલ્લા છ ટ્રેડિંગ સેશન થી સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો અને આ દરમિયાન 10 ગ્રામ સોનાના ભાવ લગભગ ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.