સોનાના ભાવમાં ફરી એક વખત થયો મોટો ફેરફાર,સોનાની ખરીદી કરતા પહેલા જાણી લો તેના ભાવ નહિતર…

0
693

દેશના બુલિયન માર્કેટમાં આજે શનિવાર 5 માર્ચ 2022 ના રોજ સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદના કારણે વિશ્વભરમાં બુલિયન માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવ પચાસ હજાર રૂપિયાના આંકડાને પાર થઈ ગયું હતું

અને ચાંદીના ભાવ પણ 68 હજાર રૂપિયા પર વેચાઈ રહ્યુ છે.આ કારોબારી અઠવાડિયાના છઠ્ઠા દિવસે શનિવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોનું 146 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે અને 51784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. આ પહેલા શુક્રવારે સોનું 51638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું

અને તે સમયે ચાંદી 84 રૂપિયા સસ્તી થઈ અને 67931 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ અને આ પહેલાં ચાંદી 68015 પ્રતિ કિલોગ્રામ ના સ્તરે બંધ હતી.જોકે આ વધારા છતાં શુક્રવારે સોનુ તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં લગભગ 4416 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાય રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સોનુ ઓગસ્ટ 2020 માં તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. તે સમયે સોનુ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું અને તે સમયે ચાંદી તેના ઉચ્ચત્મ સ્તરથી લગભગ 12049 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે.ચાંદીનો ઓલ ટાઇમ હાઈ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.