છેલ્લા થોડાક સમયથી સીલીન્ડર ના ભાવ માં સબસીડી બંધ થઇ ગયા બાદ LPG ગેસ સીલીન્ડર ના ભાવમા આટલા રુપીયાનો થયો મોટો વધારો,જાણો

0
291

દેશમાં શનિવારે ઘરેલુ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયા નો વધારો કરતા જનતામાં ભારે હોબાળો મચી ગયો છે. યુપીએ સરકારમાં એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી હવે શૂન્ય થઈ ગઈ છે. પરિણામે છેલ્લા આઠ વર્ષમાં સબસીડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં અંદાજે 585 રૂપિયાનો વધારો થયો છે.

મેં 2001માં દિલ્હીમાં સબસીડીવાળા એલપીજી સિલિન્ડર ની કિંમત 414 રૂપિયા હતી. અને સરકારી ઓઇલ કંપનીઓને પ્રત્યેક સિલિન્ડર પર 827 રૂપિયાની સબસિડી અપાતી હતી. આજે એલપીજી ના સિલિન્ડરનો ભાવ એક 1000 રૂપિયાને પાર થઈ ગયો છે.પરંતુ સબસિડી ઘટીને 0 થઈ ગય છે.

સરકારે ઘરેલુ રાંધણગેસ પર સબસિડી આપવાનું બંધ કર્યું હોવાની સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ એક સમયે પ્રત્યેક સિલિન્ડર પર સીધા જ લોકોને બેંકના ખાતામાં જમા થતી સબસીડી જમા થવાનું બંધ થઈ ગયું છે.પરિણામે કેન્દ્ર સરકારે છેલ્લા આઠ વર્ષમાં સબસિડી વાળા સિલિન્ડરના ભાવમાં અંદાજે રૂપિયા 585 નો વધારો કર્યો છે.

પેટ્રોલ-ડીઝલ સહિતની પેટ્રોલિયમ પેદાશો પરના નિયંત્રણો દૂર કરાયા પછી સરકાર એક વર્ષમાં 12 એલપીજી સિલિન્ડર પર સબસીડી આપતી હતી. અને તેનાથી વધુ સિલિન્ડરના વપરાશ પરગ્રહ કે બજાર કિંમત ચૂકવવી પડતી હતી. મોદી સરકારના સમયમાં એલપીજી સિલિન્ડર પરની સબસિડી સીધી જ ગ્રાહકોના બેંક ખાતામાં જમા થતી હતી.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે એલપીજી સિલિન્ડર ની સબસીડી જમા કરવાનું બંધ કરી દીધું છે. પરિણામે ઉજવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મેળવનારા ગરીબો સહિત સામાન્ય ગ્રાહકોએ સબસીડીવાળા અને સબસિડી વગરના પ્રત્યેક સિલિન્ડર પર બજાર કિંમત ચૂકવવી પડે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.