ભરઉનાળે ડુંગળી ની કિંમતમાં થયો મોટો ઘટાડો,ચાલો જલ્દીથી જાણી લો ડુંગળી ની નવી કિંમત

0
2994

દેશમાં એક તરફ દરેક વસ્તુની કિંમતમાં સતત વધારો થાય છે જ્યારે બીજીબાજુ ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રાજસ્થાનમાં માર્કેટમાં ડુંગળી ની સરેરાશ 15 થી 25 હજાર બોરીયો આવી રહી છે.જ્યારે એપ્રિલ મહિનામાં આવક 50 હજાર સુધી પહોંચી જાય છે પણ આ વર્ષે આવું કંઈ થયું નથી.

ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોતા મોટાભાગના ખેડૂતોએ ખેતરમાંથી ડુંગળી કાઢવાનું કામ ઓછું કરી નાખ્યું છે. તેઓ કહે છે કે પરિવહન ખર્ચ વધારે થતો હોવાને કારણે ખેતરમાંથી ડુંગળીનું ગ્રાહકોને સીધું વેચાણ કરે છે અને નફો કમાઈ રહ્યા છે.

ત્યારે જિલ્લાના વેપારીઓનું એવું કહેવું છે કે ગયા વર્ષે ડુંગળીના સારા ભાવને કારણે ઘણા ખેડૂતોએ ડુંગળીનો વધારે વાવેતર કર્યું છે. તો સમયસર સિંચાઈ અને બીજી સુવિધાઓને અભાવે ડુંગળી ની ગુણવત્તા ઘણી બગડી છે. ઘરમાં આવતી ડુંગળી બે થી પાંચ રુપિયા કિલો વેચાઇ રહી છે.

આજની શરૂઆતમાં ડુંગળીના સારા ભાવ મળ્યા હતા પરંતુ જિલ્લામાં પરિવહન અને મજૂરી તેમજ અન્ય સાધનોના અભાવે ડુંગળીના ઉત્પાદકોએ અન્ય મંડીઓમાં વેચાણ શરૂ કર્યું છે .જેનુ પરિણામે હવે બજારમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.બીજી બાજુ ખેડૂતોનું કહેવું એવું છે કે ખેતરમાં વધુ વાવણી તેમજ ટ્રાન્સપોર્ટેશન ના ઊંચા ખર્ચને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.

ડુંગળી ની ગુણવત્તા નબળી હોવાને કારણે બજારના વેપારીઓ પર ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા છે આ તમામ સમસ્યાઓને કારણે સીકર જિલ્લાના ખેડૂતોએ ડુંગળી ખોદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જિલ્લામાં કેટલાક ખેડૂતો ખૂબ જ ઓછી સંખ્યામાં ડુંગળી ખોદી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.