ડુંગળીના ભાવમાં થયો જોરદાર વધારો,માર્કેટ યાર્ડમાં ડુંગળીના બોલાયા એટલા ભાવ કે ખેડૂતો ચોંકી ગયા

0
74

મિત્રો આપને જણાવી દઇએ કે ડુંગળીના ભાવમાં મણે 25 રૂપિયાનો જોરદાર વધારો થયો છે. આ વર્ષે દરેક માર્કેટયાર્ડમાં પાકોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાભરમાંથી ડુંગળીનો વ્યાપક પ્રમાણમાં આવક થઈ રહી છે. ડુંગળી ઉતારવા માર્કેટ યાર્ડમાં ગઈ કાલે ભાવનગર નજીક આવેલી નારી ચોકડી ખાતે ડુંગળી માટે ની ખરીદી શરૂ કરવામાં આવી છે.

બપોર સુધીમાં ડુંગળીની 75 હજાર ગુણીની આવક થઇ હતી. તમને જણાવી દઈએ કે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ ડુંગળીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી ડુંગળી મોટા પ્રમાણમાં આવક શરૂ થતા માર્કેટ યાર્ડ ડુંગળી થી ચાલુ થઈ ગયું છે.ડુંગળીની આવક શરૂ થતા ડુંગળી રાખવાની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ભાવનગર શહેર નજીક આવેલા નારી ચોકડી નજીક ખુલ્લી જગ્યામાં માર્કેટ યાર્ડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડુંગળીના ભાવ 100 થી 240 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

લાલ ડુંગળી ના ભાવ 150 થી લઈને 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે.જ્યારે સફેદ ડુંગળીનો ભાવ 145 થી લઈને 270 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વખતે માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે

અને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કુદરતી આફત અને કમોસમી માવઠાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા પાકોની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે. જેના કારણે ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.