રાયડાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ,આ વર્ષે રાયડા ના ભાવ પહેલીવાર પહોંચ્યા આટલા હજાર ને પાર,જાણો નવા ભાવ

0
324

આપને જણાવી દઇએ કે રાયડાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. આ વર્ષે રાયડાનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. રાયડાના ભાવ માં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતોમાં ખુશી ઓ જોવા મળી રહી છે. દરેક પાકોના ભાવ ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળતાં ખેડૂતો માલનો સંગ્રહ કર્યા વગર માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે પહોંચી ગયા છે.આપણે જણાવી દઈએ આ આંકડા અમારી પાસે ગઈકાલે મળેલા છે.

રાજકોટની માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1110 રૂપિયાથી લઈને 1206 રૂપિયાને પાર પહોંચી ગયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર માર્કેટ યાર્ડ માં રાયડા નો ભાવ 1000 થી 1230 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જસદણ માર્કેટ યાર્ડ માં રાયડા નો ભાવ 990 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

મહુવા માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1100 રૂપિયાથી લઈને 1290 રૂપિયાને પાર પહોંચી ગયો છે.આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસીમા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયા હતા. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઉચ્ચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણમાં માફક આવતા પાકમાં

સારા એવા પ્રમાણમાં ગુણવત્તા જોવા મળી રહી છે અને આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો લઈ શકે છે.તેના કારણે પાકની યોગ્ય રકમ પણ મળી શકે છે અને નિષ્ણાંતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાયડા ની સાથે સાથે આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.